વડોદરા શહેરની વાત કરીએ તો, અહીં ફતેગંજ વિસ્તારમાં લાલ ચર્ચની બહાર અને સયાજીગંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ન્યૂ યરની ઉજવણી કરશે. આ ઉપરાંત અલગ અલગ પાર્ટી પ્લોટમાં પણ લોકો નવા વર્ષને આવકારવા એકઠા થશે. ન્યૂ યર પાર્ટીઓને લઈ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો સુરક્ષિત રીતે ઉજવણી કરી શકે એ માટે તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે.