2024ના વર્ષને અલવિદા કરવા અને 2025ના વર્ષને આવકારવા સુરતીઓ ઘડી ગણી રહ્યા છે. જો કે, કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તો 12 વાગ્યાની રાહ જોયા વગર દિવસે જ ઉજવણી કરી નાખી હતી. સુરતવાસીઓ શાંતિપૂર્ણ રીતે ન્યૂ યર સેલિબ્રેશન કરી શકે તે માટે પોલીસ અત્યારથી જ રસ્તા પર ખડપગે છે.