back to top
Homeમનોરંજન'બાળકો સાથે સમય ન વિતાવ્યાનો અફસોસ':'બિગ બી'એ કહ્યું- હંમેશા કામમાં વ્યસ્ત રહેતો,...

‘બાળકો સાથે સમય ન વિતાવ્યાનો અફસોસ’:’બિગ બી’એ કહ્યું- હંમેશા કામમાં વ્યસ્ત રહેતો, જયાજીએ જ અભિષેક-શ્વેતાને મોટા કર્યા

અમિતાભ બચ્ચને હાલમાં જ પોતાના બાળકો વિશે વાત કરી છે. તેમણે કહ્યું છે કે કામમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ બાળકોને ઉછેરવા માટે પૂરતો સમય આપી શક્યા નથી. તેનું કારણ તેમણે પોતાના વ્યસ્ત શિડ્યુલને ગણાવ્યું હતું. ‘કૌન બનેગા કરોડપતિ’ માં હોટ સીટ પર પહોંચેલી મહિલાએ અમિતાભ બચ્ચનને પૂછ્યું હતું કે, તમે જ્યારે પેરેન્ટ્સ બન્યા ત્યારે બાળકોને અડધી રાત્રે ઊઠી સંભાળ લેવાની જવાબદારી કોની હતી. આના પર ‘બિગ બી’એ તરત જ કહ્યું, જયાજીની. આગળ કન્ટેસ્ટન્ટ પૂછ્યું કે 6 મહિના પછી બાળકોને ખવડાવવું એક મોટો ટાસ્ક હોય છે, તો તે કોણ કરતું હતું. અમિતાભ બચ્ચને સમય બગાડ્યા વિના ફરી કહ્યું, જયાજી. બિગ બીનો જવાબ સાંભળીને શોમાં હાજર દરેક લોકો હસવા લાગ્યા. ‘બિગ બી’એ આગળ કહ્યું, તેમણે બધું જ કર્યું છે, પરંતુ હા, જેટલો સમય હું અભિષેક અને શ્વેતા સાથે વિતાવવા માંગતો હતો એટલો વિતાવી શક્યા નથી. કારણ કે મારે કામ કરવાનું હતું. સવારે 6 વાગે નીકળું તો રાત્રે 12 વાગે પાછો આવતો. જ્યારે હું જતો ત્યારે તે ઊંઘતા હતા અને જ્યારે પાછો આવું ત્યારે પણ ઊંઘી જતા. આ અફસોસ પછી અમિતાભે કહ્યું, પરંતુ હવે તે મોટા થઈ ગયા છે, હું તેની સાથે સમય વિતાવું છું. અમિતાભ બચ્ચનના સેટ પર જતો હતો અભિષેક
અભિતાભ બચ્ચને ભલે કહ્યું હોય કે તે તેમના બાળકો સાથે વધુ સમય વિતાવી શકયા નથી, પરંતુ અભિષેક હંમેશા તેમના પિતા સાથે સેટ પર વિતાવેલો સમય યાદ કરે છે. થોડા વર્ષો પહેલા, અભિષેક બચ્ચને તેમના પિતાની ફિલ્મના સેટ પર તોફાન કર્યા હોવાનો બાળપણનો કિસ્સો સંભળાવ્યો હતો. તેણે કહ્યું હતું કે તે 5 વર્ષની ઉંમરે તેમના પિતાના ફિલ્મોના સેટ પર જતો હતો. એકવાર અમિતાભ ફિલ્મ ‘પુકાર’ના ક્લાઈમેક્સ સીનનું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે અભિષેક પણ સેટ પર હતો. અભિષેકે જણાવ્યું હતું કે, ફિલ્મ ‘પુકાર’નું શૂટિંગ ગોવામાં ચાલી રહ્યું હતું. હું અને ગોલ્ડી બહલ, અમે બંને 5-6 વર્ષના હતા. અમે સેટ પર રાખેલી નકલી તલવારો સાથે રમી રહ્યા હતા, જેના કારણે તે તૂટી ગઈ. સેટ પરની મહત્વપૂર્ણ વસ્તુને તોડવા બદલ અમને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચને વર્ષ 1973માં જયા બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નના એક વર્ષ પછી, દંપતીને પુત્રી શ્વેતાનો જન્મ થયો અને પુત્ર અભિષેકનો જન્મ 1976માં થયો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments