વર્ષ 2024નો છેલ્લો સૂર્યાસ્ત નિહાળવા દ્વારકા સનસેટ પોઇન્ટ ઉપર મોટી સંખ્યામાં યાત્રાળુઓ સાથે સ્થાનિકો ઊંચી પડ્યા હતા. દ્વારકા દેવ દર્શને આવતા યાત્રિકો દ્વારકા જગત મંદિરમાં દર્શનની સાથે આજુબાજુમાં આવેલા દર્શનીય સ્થળોની ચોક્કસ મુલાકાત લેતા હોય છે. ત્યારે આજે વર્ષ 2024નો છેલ્લો સૂર્યાસ્ત જોવા લોકો ઉમટી પડ્યા હતા. આજે સૂર્યા સમય દ્વારકા જગત મંદિર સોનેરી કલરથી ઉઠ્યું હતું જાણે સૂર્ય ભગવાન દ્વારકાધીશનો અભિષેક કરતા હોય તેવું પ્રતિત થતું હતું.