ભારતની આર્થિક નીતિ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા તેમજ તેની વિશાળ વસ્તી માટે પોષણક્ષમતા સુનિશ્ચિત કરવા વચ્ચેના અનિશ્ચિત માર્ગ પર ચાલી રહી છે. ખાદ્યતેલ પરની આયાત ડ્યૂટીમાં તાજેતરમાં વધારો એ આ નાજુક સંતુલનનું ઉદાહરણ આપે છે. સ્થાનિક ખેડૂતોને ટેકો આપવા માટેનું એક સુનિશ્ચિત પગલું જે ફુગાવા પરના દબાણને વધારી શકે છે તેમજ ઘરગથ્થુ બજેટને ખોરવી શકે છે. સરકાર દ્વારા સપ્ટેમ્બરમાં રિફાઇન્ડ પામતેલ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી વધારીને 32.5% અને ક્રૂડ વેરિએન્ટ્સ પર વધારીને 20% કરવાનો નિર્ણય નિર્ણાયક તબક્કે છે. દેશમાં 57% ખાદ્યતેલનો વપરાશ આયાત પર નિર્ભર છે ત્યારે આ પોલિસીથી અર્થતંત્રમાં અસર જોવા મળી શકે છે. તેની અસર ઝડપી હતી. નવેમ્બર દરમિયાન ચીન, ઇન્ડોનેશિયા, યુએસ અને આર્જેન્ટિનાથી વધેલી માંગ ઉપરાંત ઊંચી ઇમ્પોર્ટ ડ્યૂટી તેમજ વૈશ્વિક માર્કેટની ગતિશિલતાને કારણે રાંધણગેસના ભાવમાં 13%નો ઉછાળો જોવા મળ્યો હતો.
આ આંકડાઓ ચિંતાજનક છે. સોલ્વન્ટ એક્સટ્રેકર્સ એસોસિએશનના રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર બાદ ઇમ્પોર્ટ ડ્યૂટી અગાઉના 13.75%થી વધીને 33.75% થઇ છે. ક્રૂડ પામ ઑઇલનો આયાતથી લઇને ખરીદદારના ઘર સુધીનો કુલ ખર્ચ પણ 40% વધીને ડિસેમ્બર 2024 સુધીમાં ટનદીઠ $1,280 પર પહોંચ્યો છે. આ ઉછાળાની અસરે સન ફ્લાવર તેમજ સોયાબીન ઑઇલના ભાવમાં વધારો થયો છે. ઘરેલુ બજેટમાં તેની અસર અત્યારથી વર્તાઇ રહી છે. લોકલસર્કલ્સના એક સ્ટડીમાં સામેલ 14,619 લોકોએ જણાવ્યું હતું કે તેમનામાંથી 30% લોકોએ સતત વધી રહેલી મોંઘવારી સામે લડવા માટે દૈનિક જરૂરિયાતની વસ્તુઓ તેમજ શાકભાજીનો વપરાશ ઘટાડ્યો છે. ભારત તેના ખાદ્યતેલની માંગને પહોંચી વળવા માટે 55-60% ખાદ્યતેલની આયાત કરે છે, જે સાથે તે વિશ્વનો સૌથી મોટો આયાતાકાર દેશ છે. જેને કારણે વૈશ્વિક સ્તરે કિંમતોમાં વધઘટની સીધી જ અસર ભારત પર પડે છે. આંતરરાષ્ટ્રીય કિંમતો સાથે વિપરીત રીતે ડ્યુટીને સમાયોજિત કરવાનો સરકારનો ઐતિહાસિક અભિગમ વ્યૂહાત્મક વિચારસરણી દર્શાવે છે, હિતોના સંરક્ષણ સાથે વ્યૂહાત્મક હસ્તક્ષેપ અનિવાર્ય
હિતોનું સંરક્ષણ એ પણ જરૂરી છે, પરંતુ હાલનો અભિગમ પણ વધુ પ્રતિકૂળ અસર કરી રહ્યો છે. અહીં સમાધાન વધુ વ્યૂહાત્મક હસ્તક્ષેપમાં છે, જેમાં કૃષિ ક્ષેત્રે વધુ સારી ટેક્નોલોજીથી તેલીબિયાની ઉપજમાં વૃદ્ધિ, સ્થાનિક પાકની પેટર્નમાં વૈવિધ્યકરણ અને વધુ કાર્યક્ષમ સપ્લાય ચેઇન જેવા પગલાંઓ સામેલ છે. ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધારવા પર ફોકસ જરૂરી
ભારત એવા નિર્ણાયક તબક્કે છે જ્યાં આર્થિક વૃદ્ધિદરની સાથે સાથે કિફાયતી કિંમતો જળવાઇ રહે તે પણ જરૂરી છે. વિકાસશીલ અર્થતંત્રમાં અનેકવાર કાળજીપૂર્વકનો હસ્તક્ષેપ જરૂરી બને છે. આ હસ્તક્ષેપ કિંમતોમાં વધારાથી ગ્રાહકોના સેન્ટિમેન્ટ પર અસર કરે તેને બદલે ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધારે તે અનિવાર્ય છે.