મણિપુરના સીએમ બિરેન સિંહે રાજ્યમાં થયેલી હિંસા અને તેમાં થયેલા જાનહાનિ માટે માફી માગી છે. બિરેન સિંહે કહ્યું કે, આખું વર્ષ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું છે. હું આનાથી ખૂબ જ દુઃખી છું. 3 મે, 2023થી આજ સુધી જે કંઈ પણ થઈ રહ્યું છે તેના માટે હું રાજ્યની જનતાની માફી માગુ છું. સીએમ બિરેન સિંહે સચિવાલયમાં મીડિયા સાથે ચર્ચા દરમિયાન કહ્યું- ઘણા લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘણા લોકો તેમના ઘર છોડી ગયા. હું ખરેખર દિલગીર છું. હું માફી માંગવા માગુ છું. મણિપુરમાં 3 મે, 2023થી કુકી-મૈતઈ સમુદાય વચ્ચે હિંસા ચાલુ છે. આમાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૈતઈ-કુકી સમુદાય વચ્ચે ફાટી નીકળેલી હિંસાને 600થી વધુ દિવસો વીતી ગયા છે. જો કે છેલ્લા મહિનાથી રાજ્યમાં શાંતિ છે. હિંસાની કોઈ ઘટના બની નથી. છૂટાછવાયા વિરોધ પ્રદર્શન માટે પણ લોકો રસ્તા પર ઉતર્યા ન હતા. સરકારી કચેરીઓ દરરોજ ખુલી રહી છે અને શાળાઓમાં બાળકોની સંખ્યા વધી રહી છે. CMએ કહ્યું- કેન્દ્ર સરકાર વિસ્થાપિત લોકોને મદદ કરી રહી છે બિરેન સિંહે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં લગભગ 200 લોકો માર્યા ગયા છે અને લગભગ 12,247 FIR નોંધવામાં આવી છે. 625 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. લગભગ 5,600 હથિયારો અને વિસ્ફોટકો સહિત લગભગ 35,000 દારૂગોળો મળી આવ્યો છે. મુદ્દાઓને ઉકેલવામાં પણ સફળતા મળી છે. કેન્દ્ર સરકારે વિસ્થાપિત પરિવારોને મદદ કરવા માટે પૂરતા સુરક્ષા કર્મચારીઓ અને ભંડોળ પૂરું પાડ્યું છે. વિસ્થાપિતો માટે નવા મકાનો બનાવવા માટે પણ નાણાં આપવામાં આવ્યા છે. આર્મીનું ઓપરેશન સ્વચ્છ શાંતિ, ઉગ્રવાદી સંગઠનોના 20 કેડર ઝડપાયા કાશ્મીરની જેમ રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન ક્લીનની અસર એ છે કે છેલ્લા એક મહિનામાં ન માત્ર હથિયારો અને દારૂગોળાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, પરંતુ આતંકવાદી સંગઠનોના 20થી વધુ કાર્યકરોની પણ ધરપકડ કરવામાં આવી છે. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, અમારું ધ્યાન આતંકવાદના બફર વિસ્તારોમાં દરેક વસ્તુને તટસ્થ કરવા પર છે. આમાં એવા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે જ્યાં છેલ્લા દોઢ વર્ષમાં જવાની કોઈની હિંમત નહોતી. તે જ સમયે સમગ્ર રાજ્યમાં કેન્દ્રીય સશસ્ત્ર દળોની 288 કંપનીઓમાં લગભગ 40 હજાર સૈનિકો તૈનાત છે. AFSPA લાગૂ થવાથી સેનાને સત્તા મળી, લોકો જાતે જ શસ્ત્રો પરત કરી રહ્યા છે અગાઉ રાજકીય હસ્તક્ષેપને કારણે સેના કંઈ કરી શકતી ન હતી. સેના આનાથી નારાજ હતી, પરંતુ જ્યારથી ઇમ્ફાલ ઘાટીના 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં AFSPA લાગુ કરવામાં આવી છે, ત્યારથી સેના કડક બની છે, હવે લોકો જાતે જ તેમના હથિયારો જમા કરાવવા આવી રહ્યા છે. મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે 1500થી વધુ લોકો ઘાયલ થયા છે, 60 હજાર લોકો તેમના ઘર છોડીને રાહત શિબિરોમાં રહી રહ્યા છે. અત્યાર સુધીમાં 11 હજાર FIR નોંધવામાં આવી છે અને 500 લોકોની ધરપકડ કરવામાં આવી છે.