ગયા અઠવાડિયે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધતા તણાવ બાદ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષા બળના લગભગ એક સભ્ય અને ડઝનેક નાગરિકો માર્યા ગયા હતા. બોર્ડર પર યુદ્ધની શરૂઆત પાકિસ્તાને એ દાવા પછી શરૂ કરી છે કે તે સશસ્ત્ર જૂથ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં આ યુદ્ધ શરૂ થયું છે. આ અંગે ઇસ્લામાબાદે કહ્યું કે તેને અફઘાનિસ્તાનમાં સીમા પાર આશરો મળ્યો છે. 21 ડિસેમ્બરના રોજ TTPના સૌથી ખતરનાક હુમલામાં લગભગ 16 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. Al Jazeeraના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાની સૈન્ય સૂત્રએ પુષ્ટિ કરી છે કે મંગળવારે પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિયા પ્રાંતમાં હવાઈ હુમલો કર્યો, જે પાકિસ્તાનના આદિવાસી જિલ્લા દક્ષિણ વઝીરિસ્તાનની સીમા પર આવેલું છે. પાકિસ્તાની જેટ્સે કથિત રીતે તે સ્થાનોને નિશાન બનાવ્યા જ્યાં TTP આતંકીઓ આશરો લઈ રહ્યા હતા. જો કે, અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર, જે ઓગસ્ટ 2021થી સત્તામાં છે, તેમણે પાકિસ્તાન પર હવાઈ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત લગભગ 46 નાગરિકોની હત્યા કરવાનો આરોપ મૂક્યો છે. જવાબમાં અફઘાન સરકારે બદલો લેવાનો નિર્ણય કર્યો. શનિવારે અફઘાન તાલિબાન દળોએ બંને દેશની વચ્ચે વિવાદિત સીમા, ડૂરંડ રેખા પાસે અનેક જગ્યાને નિશાન બનાવવાનો દાવો કર્યો. પાકિસ્તાની સૈન્ય ચોકી પર કબજો?
અફઘાનિસ્તાની બોર્ડર પર પાકિસ્તાની ચોકી પર ટીટીપીના કબજાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે ટીટીપીએ આ વીડિયો જાતે જ જાહેર કર્યો છે. પરંતુ હવે પાકિસ્તાની સેનાના એક સીનિયર અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે સેનાની આ ચોકીને હુમલાના થોડાં સમય પહેલાં જ ખાલી કરી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે અહીંથી સેન્ય કર્મચારીઓને બીજી જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા માત્ર બજારો સુધી સીમિત નહોતી પરંતુ ઉત્તર અને દક્ષિણ વજીરિસ્તાનમાં પણ આ પ્રકારના સૈન્ય કર્મચારીઓને ચોકીઓથી હટાવી દેવામાં આવ્યા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વચ્ચે થઈ રહેલું યુદ્ધ સતત વધતું જઈ રહ્યું છે. એવામાં આ યુદ્ધ પર કોની તાકાત ભારે પડશે, તે આવનાર સમય જ જણાવશે. તાલિબાનની રણનીતિ શું છે?
અફઘાન તાલિબાને લાંબા સમયથી બતાવ્યું છે કે તે કોઈપણ મોટી સૈન્ય શક્તિ સામે ઝૂકવાનું નથી. તેણે વર્ષો સુધી અમેરિકા અને રશિયા જેવી મહાસત્તાઓને પડકાર ફેંક્યો અને અંતે તેમને અફઘાનિસ્તાનમાંથી પાછા ફરવાની ફરજ પડી. પાકિસ્તાન પાસે તાલિબાનનો સામનો કરવા માટે ન તો લશ્કરી તાકાત છે કે ન તો આર્થિક ક્ષમતા. મીર અલી બોર્ડર પર વધતી ગતિવિધિઓને કારણે પાકિસ્તાને પણ પોતાની સેનાને એલર્ટ પર રાખી દીધી છે. સરહદી વિસ્તારોમાં સૈનિકોની તૈનાતી સઘન બનાવી દેવામાં આવી છે. સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ છે અને પરિસ્થિતિ મોટા સંઘર્ષના સંકેત આપી રહી છે. જેમ જેમ તણાવ વધે છે, તે જોવાનું રહેશે છે કે પાકિસ્તાન અને તાલિબાન વચ્ચેનો આ સંઘર્ષ કઈ દિશામાં આગળ વધે છે. 1990ના દાયકાની શરૂઆતમાં અફઘાનિસ્તાનમાંથી રશિયન સૈનિકોની પીછેહઠ પછી ઉત્તર પાકિસ્તાનમાં તાલિબાનનો ઉદય થયો. પશ્તો ભાષામાં તાલિબાનનો અર્થ થાય છે વિદ્યાર્થીઓ, ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ કે જેઓ કટ્ટરપંથી ઇસ્લામિક ધાર્મિક ઉપદેશોથી પ્રેરિત હોય. એવું કહેવાય છે કે કટ્ટરપંથી સુન્ની ઇસ્લામિક વિદ્વાનોએ ધાર્મિક સંસ્થાઓની મદદથી પાકિસ્તાનમાં પોતાનો પાયો નાખ્યો હતો. તાલિબાન પર દેવવંડી વિચારધારાનો સંપૂર્ણ પ્રભાવ છે. તાલિબાનની સ્થાપના માટે સાઉદી અરેબિયા તરફથી આવતી આર્થિક મદદને જવાબદાર ગણવામાં આવી હતી. શરૂઆતમાં તાલિબાને જાહેરાત કરી હતી કે તેમનો હેતુ ઇસ્લામિક વિસ્તારોમાંથી વિદેશી શાસનને ખતમ કરવાનો અને ત્યાં શરિયા કાયદો અને ઇસ્લામિક રાજ્ય સ્થાપિત કરવાનો છે. શરૂઆતમાં જાગીરદારોના અત્યાચારો અને અધિકારીઓના ભ્રષ્ટાચારથી કંટાળેલા લોકોએ તાલિબાનમાં મસીહા જોયા અને ઘણા વિસ્તારોમાં આદિવાસી લોકોએ તેમનું સ્વાગત કર્યું પરંતુ પાછળથી કટ્ટરતાએ પણ તાલિબાનની લોકપ્રિયતા ખતમ કરી દીધી પરંતુ ત્યાં સુધીમાં તાલિબાન ખૂબ શક્તિશાળી બની ગયા હતા. વાત એવી હતી કે તેનાથી છુટકારો મેળવવાની લોકોની આશા જતી રહી હતી. વીડિયો જોવા માટે નીચે ક્લિક કરો…