back to top
Homeબિઝનેસમોમેન્ટમ પોઝિટિવ:ઇક્વિટી કેશ સેગમેન્ટમાં વ્યક્તિગત રોકાણ 3.28 કરોડના રેકોર્ડ સ્તર

મોમેન્ટમ પોઝિટિવ:ઇક્વિટી કેશ સેગમેન્ટમાં વ્યક્તિગત રોકાણ 3.28 કરોડના રેકોર્ડ સ્તર

2024માં ભારતીય શેરમાર્કેટમાં વિદેશી રોકાણકારોની આક્રમક વેચવાલી સામે સ્થાનિક રોકાણકારોનો મજબૂત સપોર્ટ મળ્યો છે. એપ્રિલથી નવે.ની વચ્ચે 8 મહિનામાં સ્થાનિક શેરમાર્કેટના કેશ સેગમેન્ટમાં વ્યક્તિગત રોકાણકારોની ભાગીદારી 6.8% વધી 3.28 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી છે. ચાલુ નાણાવર્ષ પૂરું થવામાં હજુ ત્રણ મહિના બાકી છે જેને કારણે આ આંકડો વધી શકે છે. ગત નાણાવર્ષે પણ આ આંકડો 3.07 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. માર્કેટમાં આગામી સમયમાં સેક્ટર સ્પેસિફિક એપ્રોચ જોવા મળશે. કેશ સેગમેન્ટમાં શેર્સનું સામાન્ય ટ્રેડિંગ થાય છે. તેમાં વાયદા કારોબાર (FO)ને સામેલ નથી કરાતા. ભાગીદારીના આંકડામાં એવા વ્યક્તિગત રોકાણકારો છે, જેમણે વર્ષમાં ઓછામાં ઓછા એક વાર શેર્સમાં ખરીદી-વેચાણ કર્યું છે. NSEના માર્કેટ પલ્સ રિપોર્ટ અનુસાર, એપ્રિલ-નવેમ્બરની વચ્ચે NSEમાં કેશ સેગમેન્ટનું એવરેજ ડેઇલી ટર્નઑવર 1.21 લાખ કરોડના રેકોર્ડ સ્તરે હતું. 2023-24ના 12 મહિનામાં તે રૂ.82 હજાર કરોડ હતું. 2024માં નવેમ્બરના અંત સુધીમાં વિદેશી રોકાણકારોએ શેરમાર્કેટમાંથી રૂ.15,020 કરોડની વેચવાલી કરી હતી. બીજી તરફ સ્થાનિક ફંડ્સ દ્વારા રૂ.4.93 લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. વ્યક્તિગત રોકાણકારોએ પણ રૂ.1.55 કરોડનું રોકાણ કર્યું છે. એનએસઇ કેશ સેગમેન્ટમાં વ્યક્તિગત રોકાણકારોનો હિસ્સો સર્વાધિક 35% રહ્યો હતો. સેન્સેક્સ 451 ડાઉન, મિડકેપ ઇન્ડેક્સમાં મજબૂતી
સેન્સેક્સ 450.94 પોઈન્ટ ઘટીને 78248.13 બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડે 621.94 પોઇન્ટ સુધી ઘટીને 78077.13ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી 168.50 પોઈન્ટ ઘટીને 23644.90 બંધ રહ્યો હતો. રોકાણકારોની મૂડીમાં નજીવો ઘટાડો થઇ 441.36 લાખ કરોડ રહી હતી જ્યારે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો વધુ નબળો પડી 85.52 બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં ઝોમેટો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક અને ઈન્ડસઈન્ડ બેંકના શેરો વધ્યા હતા. સ્મોલકેપ ઇન્ડેક્સ 0.47 ટકા ઘટ્યો અને મિડકેપ ઇન્ડેક્સ 0.13 ટકા વધ્યો. માર્કેટબ્રેડ્થ નેગેટીવ રહેવા સાથે સેન્ટીમેન્ટ સાવચેતી તરફીનું રહ્યું છે. માર્કેટબ્રેડ્થ નેગેટીવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ હજુ સલામતી તરફીનું રહ્યું છે. FII 1893.16 કરોડની વેચવાલી સામે DII દ્વારા 2173.86 કરોડની ખરીદી રહી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments