વાંકાનેર તાલુકાના ઢુવા ગામે રહેતા યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો, જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર તાલુકાના એડોરેશન સીરામીકની સામેના ભાગમાં રહેતા અમરજિતકુમાર (22) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. જેથી કરીને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોધપર ગામ પાસે કેનાલમાંથી ગોંડલના યુવાનનો મૃતદેહ મળ્યો
મૂળ ગોંડલનો રહેવાસી દિલીપ ઈશ્વરભાઈ (32) નામનો યુવાન તેના મામાના ઘરેથી કચરો વીણવા માટે ગયો હતો. ત્યાર બાદ મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ કેનાલમાંથી મૃત હાલતમાં તે મળી આવ્યો હતો. જેથી કરીને મૃતક યુવાનના મામા નારણભાઈ મગનભાઈ દંતાણી તેની લાશને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે. આ અંગેની આગળની વધુ તપાસ બી.જી.દેત્રોજા ચલાવી રહ્યા છે.