ડભોઇના વઢવાણા તળાવમાં શિયાળાની જમાવટ સાથે જ યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઇ ગયું છે. રાજહંસ, ગાજહંસ, ભગવી સુરખાબ, પિંટેલ, કોમનપોચાર્ડ, કોમલટીલ, વિજિયન, કાબરી કારચિયા, ભગતરા વગેરે યાયાવર પક્ષીઓ આવી ચૂક્યા છે. હાલ તળાવમાં આશરે 70 થી 80 જેટલા પક્ષીઓનો મધુર અવાજ સાંભળવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં પક્ષી દર્શન માટે જંગલખાતા દ્વારા ટાવર પણ ઉભો કરાયો છે. આ સુંદર પક્ષીઓને નિહાળવા હોય તો સૌથી શ્રેષ્ઠ સમય સવારે 4 વાગ્યાનો છે.