back to top
Homeગુજરાતશિક્ષકોમાં ફફડાટ ફેલાયો:ઘોંઘબા તાલુકામાં આવેલી મુલ્લાકુવા પ્રાથમિક શાળામાં શિક્ષકો લેટ આવતા હોવાની...

શિક્ષકોમાં ફફડાટ ફેલાયો:ઘોંઘબા તાલુકામાં આવેલી મુલ્લાકુવા પ્રાથમિક શાળામાં શિક્ષકો લેટ આવતા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી

પંચમહાલ જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ પરમાર દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવતા ઘોંધબા તાલુકાના મુલ્લાકુવા ગામની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બે શિક્ષકની લાલીયાવાડી સામે આવતા બન્ને શિક્ષકો પાસે શિક્ષણ વિભાગ દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ચેરમેન દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવતી હોવાને લઈ શિક્ષકોમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે. ત્યારે આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પણ આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તો અનેક ગુલ્લેબાજ શિક્ષકો પકડાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે, જે રીતે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષકો પોતે પોતાની ફરજ દરમિયાન બેદરકારી દાખવી રહ્યા છે અને શાળાના નિયત સમય કરતા લેટ પહોંચી હાજરી પૂરી દેતા હોવાનું પણ બહાર આવ્યું છે. પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાતા કેટલાક ગુલ્લેબાજ શિક્ષકો પોતાની ફરજ પર સમયસર સ્કૂલે હાજર ન થતા હોવાના કારણે બાળકોના શિક્ષણ કાર્ય પર અસર વર્તાય છે. તેમ છતાંય બેદરકાર શિક્ષકો આ બાબતને ગંભીર લેતા નથી અને પોતાના મનફાવે તે રીતે લેટશેટ પોતાની ફરજ પર પહોંચતા હોય છે. જે બાબતની રજૂઆતો પંચમહાલ શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ પરમારને મળતા તેઓએ કેટલીક ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં પહોંચીને તપાસ કરતા શિક્ષકોની અનિયમિતતા સામે આવતા જ સમગ્ર બાબતની જાણ શિક્ષણ વિભાગના કરવામાં આવી હતી. તેઓના જણાવ્યા મુજબ ચેરમેન અરવિંદસિંહ પરમાર ઘોઘંબા તાલુકાના મુલ્લાકુવા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ઓચિંતી તપાસ હાથ ધરતા શાળાના બે શિક્ષકોની અનિયમિતતા સામે આવી હતી. જેને લઈને તેઓને ઠપકો અપાયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. શાળામાં અન્ય છ શિક્ષકો હાજર હતા અને બે શિક્ષકો શાળાના નિયત સમય કરતા લેટ આવતા સમગ્ર બાબતે શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેમાં સંજય પટેલ અને નર્મદા પટેલની પોતાની ફરજ દરમિયાન લાલિયાવાળી સામે આવતા શિક્ષણ વિભાગ દ્વારા તેઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે આ તો એક સ્કૂલ છે જિલ્લામાં એવી અનેક ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સ્કૂલોમાં શિક્ષકો સમયસર પહોંચતા નથી અને ઘણી વખત એવા પણ બનાવો બને છે કે બાળકો સ્કૂલમાં પહોંચી જાય પરંતુ શિક્ષકો નથી પહોંચતા જેના કારણે બાળકોના શિક્ષણ કાર્ય પર પણ અસર થાય છે. જે બાબત ઘણી ગંભીર છે ત્યારે આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં જો તપાસ કરવામાં આવે તો અનેક ગુલ્લેબાજ શિક્ષકો પકડાવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. ત્યારે આ મામલે યોગ્ય તપાસ થાય તેવી માગ ચેરમેન દ્વારા પણ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments