સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં બોગસ મેડિકલ સર્ટિફિકેટના આધારે ઝોલાછાપ તબીબો દ્વારા ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી. પોલીસની તપાસમાં વધુ બોગસ ડોકટરોના નામો સામે આવ્યા છે જેની ધરપકડ ખટોદરા પોલીસ દ્વારા કરવામાં આવી છે. આરોપી ડોક્ટરોએ જણાવ્યું છે કે તેઓએ આ સર્ટિફિકેટ બોગસ ડોક્ટર ડીગ્રી કોભાંડના માસ્ટરમાઈન્ડ રસેશ ગુજરાતી પાસેથી મેળવ્યા હતા જે માટે તેઓએ 50000 રૂપિયા પણ આપ્યા હતા. રસેશ ગુજરાતી એ જેટલા લોકોને સર્ટિફિકેટ આપી ડોક્ટર બનાવ્યા હતા. હવે તેમની ઉપર કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. રસેશ ગુજરાતીના બનાવવામાં આવેલા ત્રણ ડોક્ટરોની સુરત ખટોદ્રા પોલીસે ધરપકડ કરી છે.ખટોદરા વિસ્તારમાં બોગસ મેડિકલ ડિગ્રી અને સર્ટિફિકેટના આધારે ગેરકાયદેસર રીતે ત્રણ બોગસ ડોક્ટર યમુના પ્રસાદ સીતલાપ્રસાદ મિશ્રા, કૌશિક ગોપાલ ભૌમિક અને ડૉ. અરુણકુમાર પદ્માવ નાયક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.ખટોદરા પોલીસના આ ઝોલાછાપ તબીબો સામેની કાર્યવાહીની દ્રષ્ટિએ, પોલીસ ટીમે આઝાદ નગર, ભટાર સોમનાથ સોસાયટી અને અલથાણ રોડ પર આવેલી વિવિધ ક્લિનિકોમાં છાપા માર્યા. એમાં વિનાયક ક્લિનિક (આઝાદ નગર), ચક્રવર્તી ક્લિનિક (ભટાર) અને અરુણકુમાર પદ્માવ નાયક ક્લિનિક (અલથાણ રોડ) પર છાપા મારવામાં આવ્યા, જેમાં બોગસ મેડિકલ સર્ટિફિકેટનો ઉપયોગ કરતાં મેડિકલ સાધન સામગ્રી અને દવાઓ મળી આવી. બોગસ મેડિકલ સર્ટિફિકેટ
આ તપાસમાં ખૂલી આવ્યું છે કે બોર્ડ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિસિન (B.E.M.S.) નામના ખોટા સર્ટિફિકેટના આધારે, ઝોલાછાપ તબીબો બીમાર દર્દીઓને ઔષધિ આપી રહ્યા હતા. આ સર્ટિફિકેટ પર કોઈ અધિકૃત રાજ્યકીય માન્યતા ન હોવાથી, આ તમામ ડોક્ટરો માત્ર ગેરકાનૂની રીતે મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યા હતા, પરંતુ બીમાર દર્દીઓના આરોગ્ય સાથે પણ ચિંતાજનક રમત કરી રહ્યા હતા. ઘટના અંગે પોલીસની કાર્યવાહી
ખટોદરા પોલીસે ત્રણ ઝોલાછાપ તબીબોમાંથી બેની ધરપકડ કરી છે. તેમની પાસેથી રૂ.15,000 કિંમતનો ઓપ્પો ફોન અને રું.22,585 કિંમતનું મેડિકલ સામાન કબ્જે કરવામાં આવ્યું છે. વધુમાં, બોગસ સર્ટિફિકેટ માટે રું.50,000 જેટલા પૈસા લેવા અને પ્રેક્ટિસ ચાલુ રાખવા માટે રસેશ ગુજરાતી, બી.કે. રાવત અને ઈરફાન વિરુદ્ધ પણ હવે ફરીથી તપાસ થશે. આ અંગે ભાવેશ રબારી, ખટોદરા પી.આઈ., એ જણાવ્યું કે, “પોલીસને આ કેસમાં વધુ તપાસ કરવાનું છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. બોગસ સર્ટિફિકેટ માટે મેડિકલ ક્ષેત્રમાં થયેલી આ ગેરકાનૂની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કૌભાંડ જે ડોક્ટરોના નામ આવ્યા હતા તેમાંથી અમારા વિસ્તારના જે ડોક્ટરો હતા તેના અનુસંધાને અમે કાર્યવાહી કરી છે.