દિન પ્રતિ દિન અમદાવાદ શહેર હવાનું પ્રદુષણ વધી રહ્યું છે, ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં અને પશ્ચિમના ચાંદખેડા, નવરંગપુરામાં હવાના પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. હવામાં થતા પ્રદૂષણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલા 425.83 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જોકે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 50 ટકા કરતાં વધારે રકમની ગ્રાન્ટ રસ્તાઓ બનાવવા પાછળ વાપરી છે. છેલ્લા પાંચ વર્ષમાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ અમદાવાદનો એર ક્વાલિટી ઇન્ડેક્સ (AQI)માં ઘટાડો થયો છે. શહેરમાં વિવિધ વિસ્તારમાં પ્રદુષણની માત્રા માપવા માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કેટલાક સ્થળે એર સેન્સર મશીન લગાવવામાં આવ્યા છે. જ્યારે કેટલાક સ્થળે હવે આગામી દિવસોમાં મશીન લગાવવામાં આવશે. હવાનું પ્રદુષણ ઘટાડવા માટે AMC દ્વારા કેન્દ્ર સરકાર તરફથી અત્યાર સુધીમાં 425.83 કરોડની ગ્રાન્ટ મળી છે. જેમાં સૌથી વધારે રોડ પાછળ 252 કરોડ, ગાર્ડન પાછળ 80 કરોડ અને સીએનજી બસ ખરીદવા પાછળ 32 કરોડનો ખર્ચ કર્યો છે. જોકે, હજુ પણ શહેરમાં હવાનું પ્રદુષણ ઘટાડવા માટે અનેક બાબતોમાં કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી નથી જેના કારણે પ્રદૂષણ વધી રહ્યું છે. ખાસ કરીને નવી બનતી કન્સ્ટ્રકશન સાઈડ પર ઉડતી ધૂળના કારણે પ્રદૂષણમાં વધારો થાય છે. હવાનું પ્રદુષણ રોકવા 2020થી 2025 સુધી ક્યાં કેટલો ખર્ચ થયો?