જામનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ અંકિત ઘાડિયાને રાજકોટ ખાતે હાર્ટ એટેક આવતા તેનું મોત થયું છે. મળતી માહિતી મુજબ બપોરે 12.10 વાગ્યાની આસપાસ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને રાજકોટની હોસ્પિટલ ખાતે સારવાર માટે તાત્કાલિક લઈ જવામાં આવ્યાં હતા પરંતુ એક પછી એક બે હાર્ટ એટેક આવતા રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું હતું. ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કર્યા હતા. રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે તેમજ તેમના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અંકિત ઘાડીયા પાટીદાર અનામત આંદોલન અને ખોડલધામ સમિતિમાં પણ સક્રિય રીતે ભૂમિકા ભજવતા હતા. સાથે તેઓ રાજકીય રીતે જામનગર જિલ્લા કોંગ્રેસમાં ઉપપ્રમુખ તરીકે કાર્યરત હતા. તેઓ રાજકોટ જામનગરના રાજકીય રીતે જાણીતા વ્યક્તિ હતા. અંકિત ઘાડીયાનું મૂળ ગામ જામનગર જિલ્લાનું અમરાપર છે. ત્યારે તેમની અંતિમ ક્રિયા પોતાના વતન અમરાપર ગામ ખાતે જ કરવામાં આવી છે. અંકિત ઘાડીયા રાજકીય ક્ષેત્રે પણ સક્રિય હતા અને તેમની વ્યાપક પ્રતિષ્ઠા હતી. તેમના અવસાનથી રાજકીય વર્તુળમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે. અંકિત ઘાડિયાને પરિવારમાં બે સંતાન હતા જેમાં એક દીકરી અને એક દીકરો છે. અંકિત ઘાડિયાનું હાર્ટ એટેકથી અવસાન થતા તેમના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. તેમજ સમગ્ર વિસ્તારમાં શોખની લાગણી છવાઈ ગઈ છે.