બોલિવૂડ સ્ટાર્સે પોતપોતાના અંદાજથી નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય પણ તેના પતિ અને તેની બેસ્ટ ફ્રેન્ડ દિશા પટાની સાથે ન્યુ યર પાર્ટી સેલિબ્રેટ કરવા ગઈ હતી, પરંતુ નવા વર્ષની શરૂઆત જ તેના માટે એટલી સારી નહોતી. એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક્ટ્રેસ ધડામ દઈને પડે છે. આ વીડિયો વાઈરલ થયા બાદ નેટીઝન્સ મૌની રોયને ટ્રોલ કરી રહ્યા છે. ઘણાં લોકોને લાગ્યું કે મૌની નશામાં ધૂત હતી. મૌની રોય ધડામ દઈને પડી
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા એક વીડિયોમાં એક્ટ્રેસ સેલિબ્રેશન કરીને બહાર નીકળતી વખતે પડી જાય છે. એક્ટ્રેસ અચાનક પડતાં ઘણા કેમેરામેન સહિત તેની આસપાસના દરેકને ઝટકો લાગ્યો હતો. તેની સાથે તેની બેસ્ટ ફ્રેન્ડ દિશા પટાની પણ હતી. મૌની પડી કે તરત જ તેના પતિએ તેને ઉભી કરી અને ત્યાંથી કાર તરફ લઈ ગયો. આ સમયે દિશા પટાનીએ પણ તેને ટેકો આપ્યો હતો. નેટીઝન્સ મૌની રોયને ટ્રોલ કરી
આ વીડિયો પર લોકોના અલગ-અલગ રિએક્શન સામે આવ્યા હતા. એક યુઝરે લખ્યું, મૌની નશામાં ધૂત છે. તો બીજા યુઝરે લખ્યું-વધારે પડતો દારૂ પીધા બાદ આવી જ હાલત થાય. આ બધા વચ્ચે કેટલાક લોકોએ તેની ફ્રેન્ડ દિશા પટાનીના પણ વખાણ કર્યા હતા. આગામી ફિલ્મ ‘સાલાકાર’માં મૌની જોવા મળશે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, મૌની આગામી ફિલ્મ ‘સાલાકાર’માં જોવા મળશે, જેનું નિર્દેશન ફારુક કબીર કરી રહ્યા છે. બીજી તરફ, દિશા આગામી સમયમાં અહેમદ ખાન દ્વારા નિર્દેશિત ‘વેલકમ ટુ ધ જંગલ’માં જોવા મળશે. તે મોહિત સૂરીની ‘મલંગ 2’માં પણ જોવા મળશે.