back to top
Homeગુજરાતઅમરેલી લેટરકાંડમાં હવે પરેશ ધાનાણીની એન્ટ્રી:કહ્યું- 'કૌરવ કુળના અહંકારી લોકોએ ભરબજારમાં કુંવારી...

અમરેલી લેટરકાંડમાં હવે પરેશ ધાનાણીની એન્ટ્રી:કહ્યું- ‘કૌરવ કુળના અહંકારી લોકોએ ભરબજારમાં કુંવારી કન્યાનો વરઘોડો કાઢ્યો, સમાજ ક્યારેય માફ નહી કરે’

અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા લખાયેલા લેટર મુદ્દે બુધવારે પ્રતાપ દુધાતના મુખ્યમંત્રીના લેટર બાદ હવે પરેશ ધાનાણીની એન્ટ્રી થતાં રાજકારણ વધુ ગરમાયું છે. પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને ચાબખા મારતાં લખ્યું છે કે, ‘કૌરવ કુળના અહંકારી લોકોએ ભરબજારમાં કુંવારી કન્યાનો વરઘોડો કાઢ્યો, સમાજ ક્યારેય માફ નહી કરે’ તો બીજી તરફ આજે અમરેલીમાં ખોડલધામના ટ્રષ્ટિ દિનેશ બાંભણીયા, મનોજ પનારા અને ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતના આગેવાનોએ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા, ધારાસભ્ય મહેશ કસવાળા, સાંસદ ભરત સુતરીયા અને ફરિયાદી કિશોર કાનપરીયા સાથે બેઠક કરી હતી. જેમાં પટેલ સમાજની યુવતી સામેની ફરિયાદ પાછી ખેચવાની ચર્ચાઓ કરાયા બાદ એસ.પી. ઓફિસે રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, લાજ લેનારા સામે લડીશું. કૌરવ કુળના અહંકારી લોકોએ અમરેલીની ભરબજારમાં એક કુંવારી કન્યાનો ‘જાહેરમા વરઘોડો’ કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી છે. સમાજ ક્યારેય માફ નહી કરે..! ગૃહવિભાગ અને સરકાર સુધી વાત પહોંચાડી છે: દિનેશ બાંભણીયા
આ અંગે ખોડલધામ ટ્રષ્ટિ દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે, બોગસ પત્રિકા મામલે પટેલ સમાજની દીકરી પાયલ ગોટી જે બનાવ બન્યો એ અંગે આજે બેઠક કરવામાં આવી છે. દીકરીને તાત્કાલિક મુક્તિ મળે અને ફરિયાદમાંથી નામ નીકળે એ માટે ગૃહવિભાગ અને સરકાર સુધી વાત પહોંચાડી છે. ફરિયાદી પક્ષે જે લોકો છે એ લોકોએ અને કૌશિકભાઈ વેકરીયાએ મોટા મને આ વાત સ્વીકારી છે. ભવિષ્યમાં ફરીવાર આવો બનાવ ન બને અને આ વિવાદનો સુખદ અંત આવે તે માટે ફરિયાદ ખેંચવા માટે રજૂઆત કરવામાં આવી છે. કૌશિકભાઇનો પણ સાથ મળ્યો છે: મહેશ કસવાળા
આ અંગે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ જણાવ્યું હતું કે, કૌશિકભાઈ વેકરીયાને બદનામ કરતા લેટરકાંડમાં જે કેસ થયો અને પાટીદાર દીકરીનું નામ આવ્યું છે. આ બાબતે આજે બેઠક તરતા કૌશિકભાઈ વેકરીયાએ પણ દીકરીને ઝડપથી જામીન મળે તે માટે સહમતી આપી છે. કોઈ પણ પ્રકારે ગેરસમજના કારણે આ બન્યું છે. આજે સમાજના વરિષ્ઠ આગેવાનો અમરેલી આવ્યા હતા અને કૌશિકભાઈ સાથે બેસી દીકરીને કેવી રીતે કાનૂની પ્રક્રિયામાંથી બહાર લાવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કૌશિકભાઇનો પણ સાથ મળ્યો છે. અમારી પ્રાયોરિટી દીકરીને જલ્દી બહાર લાવવાની છે: મનોજ પનારા
પાટીદાર નેતા મનોજ પનારાએ જણાવ્યું હતું કે, આજે અમે દીકરીના પરિવારને મળવા આવ્યા હતા, આ વચ્ચે એક ઇમરજન્સી બેઠક બોલાવામાં આવી હતી. જેમાં ફરિયાદી અને સ્થાનિક ધારાસભ્યને બોલાવવામાં આવ્યા હતા. અમારી પ્રાયોરિટી એ છે દીકરી જલ્દી બહાર આવે. આજે અમે એસપીને મળ્યા છીએ અમારા પ્રયત્ન એ છે નાની એવી બાબતમાં દીકરી જેલમાં છે એ જલ્દી બહાર આવે. ‘કુંવારી દીકરીનું સરઘસ કઢાયું એ યોગ્ય નથી’ પૂર્વ MLA
બુધવારે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે, કુંવારી દીકરીને જોયાજાણ્યા વગર ગુનેગાર બનાવવામાં આવી છે. તેની રાત્રે 12 વાગ્યે ધરપકડ કરીને અમરેલી શહેરના મુખ્ય રસ્તા પર સરઘસ કાઢી ભાજપના પટેલ સમાજના આગેવાને પોતાનો અહમ્ સંતોષ્યો છે. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો… શું છે સમગ્ર મામલો
વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ લખાણ કરી સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયું હતું, જેમાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના બનાવટી લેટરપેડ પર ખોટી સાઈન કરાઈ હતી. લેટરમાં રેતી, દારૂ જેવા ગેરકાયદે પ્રવૃત્તિમાં હપ્તા કૌશિક વેકરિયા દ્વારા લેવામાં આવતા હોવાના ગંભીર સનસનીખેજ આરોપ લગાવાયા હતા, જેથી અમરેલી જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળતાં અમરેલી પંથકના 100 જેટલા આગેવાનો કૌશિક વેકરિયાના સમર્થકો સમગ્ર ઘટનાને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને ગાંધીનગર સુધી પહોંચાડી રજૂઆતો કરવામાં આવી હતી. આ દરમિયાન અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં કિશોર કાનપરિયાએ ફરિયાદ નોંધાવી હતી. 28મી ડિસેમ્બર ધરપકડ, 29મીએ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન
આ ગુનામાં પોલીસે 28મી ડિસેમ્બરે તાલુકા ભાજપના પૂર્વ યુવા પ્રમુખ મનીષ વઘાસિયા, જશવંત ગઢ સરપંચ અશોક માંગરોળિયા, જિતુ ખાત્રા, પાયલબેન ગોટીની ધરપકડ કરી હતી અને આ ચારેય આરોપીને સાથે રાખીને પૂર્વ યુવા ભાજપપ્રમુખની ઓફિસ પર 29મી ડિસેમ્બરે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. અહીં રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળ્યો હતો. ચારેય આરોપીને લઈને પોલીસ પહોંચી ત્યારે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. સમગ્ર મામલે વઘાસિયાએ ભાજપના તાલુકા પ્રમુખ બનવા ષડ્યંત્ર રચ્યું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments