ફેમસ સિંગર અરમાન મલિકે આજે તેની ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ અરમાન મલિકે ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરી છે, જે ખૂબ જ વાઈરલ થઈ રહી છે. ચાહકો નવા પરિણીત કપલ પર પ્રેમ વરસાવી રહ્યા છે અને તેમને નવી શરૂઆત માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે. ‘તૂં હીં મેરા ઘર’
અરમાન મલિક અને આશના શ્રોફે પોતપોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી છે. સિંગરે તસવીરો શેર કરતી વખતે લખ્યું કે, ‘તૂં હીં મેરા ઘર’. તેમના લગ્નની ખૂબ જ ખાસ પળોને આ તસવીરોમાં સુંદર રીતે કેદ કરવામાં આવી છે. એક તસવીરમાં અરમાન અને આશના એકબીજાનો હાથ પકડીને બેઠા છે, તો બીજી તસવીરમાં એકબીજાને જોઈને હસી રહ્યાં છે. લગ્નની વિધિની તસવીરો પણ શેર કરી હતી. વરમાળા વખતની પણ એક તસવીર શેર કરી હતી, જેમાં અરમાન તેની દુલ્હન આશના સાથે મસ્તી કરતો જોવા મળે છે. અરમાન અને આશનાએ પીચ રંગના કપડા પહેર્યા હતા અને બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. 2023માં અરમાન મલિકે પ્રપોઝ કર્યું હતું
અરમાન મલિકે ઓગસ્ટ 2023માં આશનાને પ્રપોઝ કર્યું હતું. બાદમાં તેણે આશના માટે એક સ્પેશિયલ મ્યુઝિક વિડિયો રિલીઝ કર્યો હતો ‘કસમ સે’, જેને લોકોએ ખૂબ જ પંસદ કર્યો હતો. મ્યુઝિક વિડિયો રિલીઝ થયાનાં બે મહિના પછી જ અરમાન અને આશના સાથે સગાઈ કરી હતી. આ કપલ 2017થી એકબીજાને ડેટ કરી રહ્યું હતું.