back to top
Homeગુજરાતઆવતીકાલથી શરૂ થશે ફ્લાવર શો:CM ભૂપેન્દ્ર પટેલ કરશે ઉદ્ઘાટન, 22 જાન્યુઆરી સુધી...

આવતીકાલથી શરૂ થશે ફ્લાવર શો:CM ભૂપેન્દ્ર પટેલ કરશે ઉદ્ઘાટન, 22 જાન્યુઆરી સુધી ચાલશે; શનિ-રવિ ટિકિટ મોંઘી રહેશે

અમદાવાદની આગવી ઓળખ બની ગયેલા અને દેશ-વિદેશના લોકો જેને જોવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે, તેવા ફ્લાવર શોનું 3 જાન્યુઆરી, 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સવારે 9 વાગ્યે ઉદ્દઘાટન કરવામાં આવશે. ચાલુ વર્ષે ફ્લાવર શોને અલગ-અલગ ઝોનમાં વહેચવામાં આવ્યો છે. જેમાં દેશની વૃદ્ધિ અને વિકાસ, દેશની સંસ્કૃતિ અને વારસો, ફ્લાવર વેલી તેમજ ભવિષ્યનો માર્ગ જેવા અલગ અલગ વિભાગો મુજબ ફ્લાવર શોમાં સ્કલપચરથી લઈને પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. ચાલુ વર્ષે ઓડિયો ગાઈડની સુવિધાઃ મેયર
અમદાવાદના મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, આવતીકાલે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નું ઉદ્દઘાટન કરવામાં આવનાર છે. ચાલુ વર્ષે યોજાનારા ફ્લાવર શોમાં ઓડિયો ગાઈડ આપવામાં આવી છે. જેમાં ફ્લાવર શોની મુલાકાત લેવા આવનાર વ્યકિત QR કોડ સ્કેન કરી ફૂલ, સ્કલપચર અને ઝોન વિશેની માહિતી મળી રહેશે. 12 વર્ષથી ઉપરના પ્રત્યેક વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર 70 અને શનિ-રવિ દરમિયાન 100 રૂપિયા ફી રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ તરફથી બાળકો ફ્લાવર શો જોવા આવે તેમાં પ્રવેશનો કોઈ ચાર્જ લેવાશે નહિ. જ્યારે ખાનગી સ્કૂલોને પ્રતિ બાળક દીઠ 10 રૂપિયા ચાર્જ ચૂકવીને ફ્લાવર શો બતાવી શકશે. VIP એન્ટ્રી માટે પણ અલગથી સમય
દર વર્ષે ફ્લાવર શો જોવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડતી હોય છે અને ઘણી વખત ફ્લાવર શો સાંજના સમયે પ્રવેશ થોડા સમય માટે અટકાવી દેવો પડે છે. ચાલુ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા VIP એન્ટ્રી રાખવામાં આવી છે. સવારે 9થી 10 અને રાત્રે 10થી 11 એમ આ બે કલાકના સમયગાળા દરમિયાન પ્રવેશ ફી રૂ. 500 રહેશે. જે લોકો ભીડભાડમાં આવવા ન માંગતા હોય તેઓ માટે VIP સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. લોકોની માગ હશે તો તારીખ લંબાશે
ફ્લાવર શો 3 જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી સુધી એમ 20 દિવસ સુધી યોજાશે. ત્યારબાદ નાગરિકોની માંગને ધ્યાનમાં રાખીને ફ્લાવર શોને લંબાવવામાં આવશે. ફ્લાવર શોની ટિકિટ ઓનલાઇન તેમજ સિવિક સેન્ટર ઉપરથી પણ લોકો મેળવી શકશે. જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરની સામેના ભાગે પણ ફ્લાવર શો ટિકિટ માટેના ટિકિટ કાઉન્ટર તૈયાર કરવામાં આવશે, જ્યાંથી લોકો ફિઝિકલ ટિકિટ પણ મેળવી શકશે. ઓનલાઇન QR કોડ મારફતે પણ ઓનલાઇન ટિકિટ મેળવી શકશે. મુલાકાતીઓ માટે નર્સરી અને ફૂડ સ્ટોલનું પણ આયોજન
ફ્લાવર શોમાં 7 લાખથી વધુ રોપા સાથેની 400 ફૂટની ક્રેનીયલ વોલ બનાવવામાં આવશે. 15 લાખથી વધુ રોપા પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં ચાલુ વર્ષે 30થી વધુ એક્ઝોટીક (વિદેશી જાત) ફૂલો પણ જોવા મળશે. ફૂડ સ્ટોલની સાથે નર્સરીના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે, જેથી લોકો ફુલછોડ-રોપા સહિતની ચીજ વસ્તુઓ પણ ખરીદી શકશે. સોવેનિયર શોપ પણ રાખવામાં આવી છે. નર્સરી અને ફૂડ સ્ટોલ પણ મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તમામ કુલ છોડ અને જાતની માહિતી ક્યુ આર કોડ મારફતે મેળવી શકાશે. ફ્લાવર શો જોવા માટે નાગરિકો અને ઓછામાં ઓછો એક કલાકનો સમય પણ ઓછો પડે તેટલું સુંદર આયોજન સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. કોર્પોરેશનને ગત વર્ષે 4.92 કરોડની ખોટ ગઈ હતી
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે જાન્યુઆરી મહિનાના સમયગાળા દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે. ચાલુ વર્ષે ફ્લાવર શો 2025નું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષ કરતાં ચાલુ વર્ષે ફ્લાવર શોમાં સ્કલપચર અને સ્ટ્રક્ચર્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. 2024માં 9.72 લાખ લોકોએ ફ્લાવર શો નિહાળ્યો હતો, જેનાથી 6.52 કરોડની આવક થઈ હતી. ગત વર્ષે ફ્લાવર શોનો ખર્ચ 11.44 કરોડ થયો હતો. ચાલુ વર્ષે 15 કરોડનો ખર્ચ કરાયો
ચાલુ વર્ષે ફ્લાવર શોનો ખર્ચ 15 કરોડની આસપાસ થશે. ફ્લાવર શોમાં ફૂડ સ્ટોલ અને જાહેરાતની આવક વધી છે. ગત વર્ષે ફૂડ સ્ટોલની આવક 73 લાખ થઈ હતી, જેની સામે ચાલુ વર્ષે 1.92 કરોડ જ્યારે જાહેરાતની ગત વર્ષે 29 લાખ રૂપિયા હતી, જેની સામે ચાલુ વર્ષે 1.50 કરોડ આવક થઈ છે. કેટલીક ગાણિતિક કંપનીઓનું ત્યાં માર્કેટિંગ પણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments