વૈશ્વિક સ્તરે પડકારો હળવા થતાં અને સ્થાનિક સ્તરે ડિસેમ્બર માસનુ જીએસટી કલેકશન વાર્ષિક ધોરણે 7.3% વધીને વધીને રુ.1.77 લાખ કરોડ નોંધતા અને ડોલર ઈન્ડેક્સની મજબૂતીના કારણે આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં ભારે ખરીદીએ ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. ડિસેમ્બર માસમાં ઓવરઓલ ઓટો સેલ્સ ચાર વર્ષના તળિયે પહોંચ્યા છે. જો કે, જાન્યુઆરી માસથી ઓટો કંપનીઓના ભાવમાં વધારો અને આગામી સમયમાં ઈન્ડસ્ટ્રીને વેગ આપવા સુધારા થવાના આશાવાદે ઓટો શેરોમાં વેલ્યૂબાઈંગ સાથે પસંદગીના પીએસયુ શેરોમાં નીચલા સ્તરે સુધારો નોંધાતા નવા કેલેન્ડર વર્ષ 2025ના સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં આકર્ષક તેજી જોવા મળી હતી. વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની વેચવાલી સામે લોકલ ફંડો – સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદીએ આજે સપ્તાહના ચોથા દિવસે બીએસઈ સેન્સેક્સ અંદાજીત 1500 પોઈન્ટ ઉછાળા સાથે ફરી 80000 પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરએ પણ 24300 પોઈન્ટની સપાટી પાર કરી હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોલર સામે રૂપિયો વધુ તુટ્યો હતો, જયારે ક્રુડ તેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. ફંડો, ઓપરેટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો વર્ષ ૨૦૨૫ના સતત બીજા દિવસે લેવાલ બનતાં બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.89% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.68% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓટો, આઈટી, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, ટેક અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4086 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1574 અને વધનારની સંખ્યા 2395 રહી હતી, 117 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 3 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 7 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ 7.86%, બજાજ ફાઈનાન્સ 6.50%, મારુતિ સુઝુકી 5.49%, ટાઈટન કંપની લિ. 4.22%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 4.20%, ઇન્ફોસિસ લી.3.98%, એચસીએલ ટેકનોલોજી 3.04%, ઝોમેટો લિ.3.02%, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.81%, કોટક બેન્ક 2.68%, ઇન્ડસઇન્ડ બેન્ક 2.44, ટાટા મોટર્સ 2.10% અને હિન્દુસ્તાન યૂનિલિવર 2.03% વધ્યા હતા, જ્યારે સન ફાર્મા 0.62% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24282 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24404 પોઇન્ટના પ્રથમ અને 24474 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24180 પોઇન્ટથી 24088 પોઇન્ટ, 24008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24404 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51860 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51303 પોઇન્ટના પ્રથમ અને 51180 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 52008 પોઇન્ટથી 52108 પોઇન્ટ,52303 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.51303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
એસીસી લીમીટેડ ( 2080 ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2033 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2017 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2103 થી રૂ.2113 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2120 ઉપર તેજી તરફી ધ્યાન.
ઈન્ફોસીસ લીમીટેડ ( 1961 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1923 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1909 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1983 થી રૂ.1990 ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
એચડીએફસી બેન્ક ( 1799 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.1833 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1780 થી રૂ.1763 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1840 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
ટાટા કોમ્યુનિકેશન ( 1753 ):- રૂ.1787 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1794 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1727 થી રૂ.1707 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1800 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, સેન્સેક્સમાં વર્તમાન કરેક્શનને કારણે એક સમયે 20% જેવું મળતું રિટર્ન કેલેન્ડર વર્ષ 2024ને અંતે સાધારણ 9% જેવું જ રહ્યું છે. જોકે, રોકાણકારોને શેરબજારમાં સળંગ ૯મા વર્ષે સકારાત્મક લાભ મળ્યો છે. સંસ્થાકીય રોકાણકારો, ખાસ કરીને સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સના ટેકાએ આ સ્થિતિ જોવાઈ છે. જો કે છેલ્લા કેટલાક સમયથી ઘટતા વોલ્યૂમ સાથે બજાર કોન્સોલિડેટ થઇ રહ્યું છે તે બજારમાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સના ઘટેલા રસને સૂચવે છે. હવે જો વધુ લાંબો સમય કોન્સોલિડેશનની સ્થિતિ રહેશે તો આની વિપરીત અસર થઈ શકે છે અને આઇપીઓના મળી રહેલા સકારાત્મક પ્રતિસાદમાં ઘટાડો જોવા આવી શકે છે. આગામી દિવસોમાં બજેટની આશા – અપેક્ષા વચ્ચે કોર્પોરેટ પરિણામો, ફુગાવાના તથા આઇઆઇપી ડેટા સાથે વૈશ્વિક સ્તરે ટ્રમ્પ 20મી જાન્યુઆરીએ સત્તા ગ્રહણ કરવાના હોવાથી ટ્રમ્પ પોલિસી પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની રહેશે. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.