back to top
Homeગુજરાતઉત્તરાયણ પર પતંગો પલળી જાય એવી અંબાલાલની આગાહી:12થી 18 જાન્યુઆરી દરમિયાન કેટલાક...

ઉત્તરાયણ પર પતંગો પલળી જાય એવી અંબાલાલની આગાહી:12થી 18 જાન્યુઆરી દરમિયાન કેટલાક વિસ્તારમાં માવઠાની શક્યતા, જાન્યુઆરીમાં ઠંડી પણ ધ્રુજાવશે

ઉત્તરાયણ નજીક આવતા જ પતંગરસિયાઓને એક જ ચિંતા હોય છે કે પવનની ગતિ કેવી રહેશે?. આ ઉત્તરાયણ પર હવે પતંગરસિયાઓ માટે માવઠું પણ ચિંતા વધારે તેવી સ્થિતિ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 12 થી 18 જાન્યુઆરી દરમિાયન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠુ થવાની આગાહી કરી છે. જો, ઉત્તરાયણ સમયે જ માવઠું થાય તો પતંગરસિયાઓની મોજ પર પાણી ફરી વળી શકે છે. માવઠાની આગાહી સાથે સાથે રાજ્યમાં કડકડતી ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 5 જાન્યુઆરીથી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, જાન્યુઆરી માસના ફક્ત ચાર જ દિવસ ઠંડીમાંથી રાહત મળશે ત્યારબાદ 5 જાન્યુઆરી 2025થી એક અતિશય ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે જે 15 જાન્યુઆરી સુધી એટલે કે લગભગ 11 થી 12 દિવસ સુધી ચાલુ રહેશે. જેમાં કેટલાક જિલ્લાઓમાં લાંબા ગાળા સુધી કોલ્ડવેવની પણ સંભાવના છે. આ ઉપરાંત એક જાન્યુઆરીથી છ જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઝાકળ વર્ષાની પણ સંભાવના છે. જેથી ખેડૂતો માટે આ એક ચિંતાજનક બાબત થઈ શકે છે. કારણ કે જો ઝાકળવર્ષા વધુ માત્રામાં થાય તો શિયાળુ પાક જેવા કે ઘઉં જીરુ સહિતના પાકને નુકસાન પહોંચી શકે છે. તેમાં પણ જો ખેડૂતો દ્વારા પાકને પિયત કરવામાં આવ્યું હોય અને ઝાકળ વર્ષા થાય તો ઉભો પાક નમી જતો હોય છે અને ભારે નુકસાન વેઠવું પડી શકે છે તેથી એક થી છ જાન્યુઆરી દરમિયાન આગાહી કરવામાં આવી છે જેથી ખેડૂતો સાવચેત રહી શકે છે પરંતુ વધુ માત્રામાં આ ઝાંકળવર્ષા રહેશે નહીં ફક્ત કેટલાક ભાગોમાં છુટા છવાયા વિસ્તારોમાં ઝાકળ થઈ શકે છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થયા બાદ ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી પાંચ જાન્યુઆરી 2025 થી ઠંડીના રાઉન્ડની શરૂઆત થશે જેમાં પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે હાલમાં ગુજરાત પર ઉત્તર પૂર્વ દિશા તરફથી આવતા પવનોની ગતિ 7 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની છે. તથા પવનની દિશા પણ પૂર્વ તરફથી હોવાથી 4 જાન્યુઆરી 2025 સુધી મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ નો વધારો નોંધાઈ શકે છે પરંતુ મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતાઓ છે ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ ટકરા છે જેથી ઉત્તર ભારતના ભાગોમાં આવતીકાલથી હિમવર્ષા થવાની પૂરેપૂરી શક્યતાઓ દર્શાવે છે તથા જ્યારે પણ ઉત્તર ભારતમાં હિમવર્ષા થાય તેના 48 થી 72 કલાકમાં ગુજરાત પર ઠંડીનું પ્રમાણ વધતું હોય છે તેથી આગામી 5 જાન્યુઆરીથી ભયંકર ઠંડીની શરૂઆત થશે જે સતત 10 થી 11 દિવસ સુધી ચાલી શકે છે એટલે કે ઉત્તરાયણ સુધી ઠંડીનું જોર વધવાની સંભાવના છે. મકરસંક્રાતિ આસપાસ રાજ્યમાં માવઠાની આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાન્યુઆરી માસમાં માવઠાની આગાહી વ્યક્ત કરી છે. મહત્વનું છે કે, ડિસેમ્બર માસના છેલ્લા સપ્તાહમાં રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થયું હતું ત્યારે જાન્યુઆરી માસમાં પણ માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જાન્યુઆરી માસમાં ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવી શકે છે. આ ઉપરાંત ભારે પવન, કરા અને માવઠાની પણ શક્યતા છે.ખાસ કરીને ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આગામી 4 થી 8 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ઠંડીનું મોજુ ફરી વળશે જેમાં મુખ્યત્વે પંચમહાલ સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે આ ઉપરાંત કચ્છમાં પણ ઠંડીનું પ્રમાણ વધુ રહેશે અને નલિયામાં અત્યાર સુધીમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન કરતા પણ ઓછું લઘુત્તમ તાપમાન જઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે જામનગર અને વલસાડમાં પણ ઠંડીનું જોર યાથાવત રહેવાની શક્યતાઓ છે આ ઉપરાંત રાજકોટ અને જૂનાગઢમાં પણ જાન્યુઆરી માસમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી કરતા પણ નીચું જઈ શકે છે. ઉત્તર, પૂર્વ અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે
વર્ષ 2025 ના જાન્યુઆરી માસમાં માવઠાની આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એ જણાવ્યું હતું કે, મકરસંક્રાંતિના દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે આગામી 12 થી 18 જાન્યુઆરી દરમિયાન માવઠાની શક્યતાઓ છે. જેમાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત તે દિવસો દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના ભાગોના હવામાનમાં પણ પલટો આવશે દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વાદળીયુ વાતાવરણ રહેશે અને છૂટાછવાયા હળવા છાંટા થઈ શકે છે આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે જામનગર સહિત સૌરાષ્ટ્રમાં વાદળછાયુ વાતાવરણ થવાની શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments