ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે સિડની ટેસ્ટ પહેલા ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના વખાણ કર્યા છે. ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેણે કહ્યું હતું કે આ ક્ષણે તે સારી બોલિંગ કરી રહ્યો છે તેમાં કોઈ શંકા નથી. તેમનો સામનો કરવો હંમેશા મુશ્કેલ હોય છે. આશા છે કે, હું સિડની ટેસ્ટમાં મેદાનમાં ઉતરું ત્યાં સુધીમાં તેણે ઘણી બોલિંગ કરી હશે, જેના કારણે તેનો સામનો કરવો મારા માટે થોડું સરળ બની જશે. તેણે વધુમાં કહ્યું કે, બુમરાહે સારી બોલિંગ કરી છે. મેં દુનિયાભરના વિવિધ ફોર્મેટમાં તેનો ઘણો સામનો કર્યો છે. પરંતુ તે હંમેશા પડકાર આપે છે. બુમરાહ આ બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો હાઇએસ્ટ વિકેટ-ટેકર બોલર
બુમરાહ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી શ્રેણીમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચાર પ્રારંભિક મેચમાં 30 વિકેટ લીધી છે. તેની એવરેજ પણ 12.83 રહી છે. આ યાદીમાં તેમના પછી પેટ કમિન્સ બીજા ક્રમે છે, જેણે અત્યાર સુધી 20 વિકેટ ઝડપી છે. મોહમ્મદ સિરાજે અત્યાર સુધીમાં 16 અને મિચેલ સ્ટાર્કે 15 વિકેટ ઝડપી છે. આવતીકાલથી સિડનીમાં પાંચમી ટેસ્ટ રમાશે
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી ટેસ્ટ આવતીકાલથી મેલબોર્નમાં રમાશે. ઓસ્ટ્રેલિયા 5 મેચની સિરીઝમાં 2-1થી આગળ છે. ભારતે પ્રથમ મેચ 295 રને જીતી હતી. બીજી અને ચોથી મેચ ઓસ્ટ્રેલિયામાં ગઈ હતી. જ્યારે ત્રીજી મેચ ડ્રો રહી હતી. સિડની ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ-11
પેટ કમિન્સ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટન્સ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યુ વેબસ્ટર, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને સ્કોટ બોલેન્ડ. સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… રોહિત શર્મા નિર્ણાયક ટેસ્ટમાંથી પડતો મુકાયો: ભારતીય કેપ્ટને કોચ ગંભીર અને સિલેક્ટર અગરકર સાથે વાત કરી; આવતીકાલે બુમરાહ કેપ્ટનશિપ કરશે ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ માટે ભારતીય ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવશે. તેના સ્થાને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શુક્રવારે સવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે કેપ્ટનશિપ કરી શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો…