કેરળના કન્નુરમાં બુધવારે સાંજે એક સ્કૂલ બસ પલટી જતાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું. જ્યારે 14 બાળકો ઘાયલ થયા છે. આ બસ કુરુમાથુર ચિન્મય સ્કૂલની હતી. તે બાળકોને સ્કૂલે ઘરે લઈ જતી હતી. બ્રિજ પરથી ઉતરતી વખતે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બસ ઝડપથી ઢાળ નીચે ઉતરવા લાગી. આ દરમિયાન તે એક થાંભલા સાથે અથડાઈ અને બે વાર પલટી ગઈ હતી. અકસ્માત CCTV માં કેદ
આ સમગ્ર ઘટના નજીકના ઘરમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે બસ ઢાળ પરથી ઉતરે છે. તે પોતાનું બેલેન્સ ગુમાવે છે. બસ ડાબી તરફ વળવા લાગે છે. રસ્તાના સાઈડમાં એક થાંભલો હતો. બસ એક થાંભલા સાથે અથડાઈ અને પલટી ગઈ. બસમાં આંચકો લાગવાને કારણે એક વિદ્યાર્થીની બારીમાંથી ઉછળીને બહાર આવી ગઈ હતી અને બસ તેના પર ફરી વળી હતી. વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વિદ્યાર્થીની ઓળખ નેધ્યા તરીકે કરવામાં આવી છે, જે ધોરણ 5માં અભ્યાસ કરે છે. સ્કૂલ તંત્રનું મૌન અને ડ્રાઈવર સામે કેસ નોંધાયો અકસ્માત બાદ સ્કૂલ તંત્ર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. પોલીસે બસ ડ્રાઇવર સામે કલમ 281 (બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ), 125 (A) (જીવનને જોખમમાં મૂકવું), અને 106 (1) (બેદરકારીથી મૃત્યુનું કારણ) હેઠળ કેસ નોંધ્યો છે. અકસ્માતના આ સમાચાર પણ વાંચો… જયપુર LPG ટેન્કર બ્લાસ્ટ, 20 લોકોના મોત; ગેસ લગભગ 500 મીટરના વિસ્તારમાં ફેલાઈ ગયો હતો 20 ડિસેમ્બરે રાજસ્થાનના જયપુરમાં જયપુર-અજમેર હાઈવે પર એક ટ્રક એલપીજી ટેન્કર સાથે અથડાઈ હતી. નોઝલ ફાટવાને કારણે ભાંકરોટામાં લગભગ 500 મીટરના વિસ્તારમાં ગેસ ફેલાઈ ગયો હતો. ત્યાં હાજર 40થી વધુ ગાડીઓ આગની ઝપેટમાં આવી ગઈ હતી.આ અકસ્માતમાં 20 લોકોના મોત થયા હતા.