ક્રિતી સેનન પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહે છે. આ દિવસોમાં એક્ટ્રેસ તેના રૂમર્ડ બોયફ્રેન્ડ કબીર બહિયાને કારણે ચર્ચામાં છે.આ વચ્ચે એક્ટ્રેસ પર એવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે તેણે તેના EX બોયફ્રેન્ડને દગો આપ્યો હતો. જે વ્યક્તિએ સોશિયલ મીડિયા પર આ આરોપ લગાવ્યો છે તે ક્રિતીનો કોલેજમેટ હોવાનો દાવો કરી રહ્યો છે. એક્ટ્રેસે તેના EX બોયફ્રેન્ડને દગો આપ્યો!
ક્રિતી સેનને હાલમાં જ પોડકાસ્ટમાં તેના અંગત જીવન વિશે કેટલીક વાતો શેર કરી હતી, જેના કારણે તે ઘણી ટ્રોલ થઈ રહી છે. આ પોડકાસ્ટમાં તેણે કહ્યું કે જો કોઈ તેની સાથે ખોટું કરે છે, તો તે તેને બીજી તક આપતી નથી. યુઝરે એક્ટ્રેસના કોલેજમેટ તરીકે ઓળખ આપી હતી
સોશિયલ મીડિયા યુઝરે કોમેન્ટમાં લખ્યું, કૃતિ મારી કોલેજ જેપી યુનિવર્સિટીની છે, તે સમયે તેનો ખૂબ જ અમીર બોયફ્રેન્ડ હતો. તે તેના બોયફ્રેન્ડના પૈસા પર જ નિર્ભર હતી. તેના બોયફ્રેન્ડે તેને મુંબઈ શિફ્ટ કરવામાં ઘણી મદદ કરી, જ્યાં બંને સાથે રહેતા હતા. પરંતુ કૃતિને તેની પહેલી ફિલ્મ મળતા જ તેનું વર્તન બદલાઈ ગયું અને લગભગ 6 મહિના પછી કૃતિએ તેને છેતરવાનું શરૂ કરી દીધું. કોમેન્ટમાં જણાવ્યું હતું કે દગો મળતા છોકરો તૂટી ગયો હતો
ક્રિતી સેનનના આ પોડકાસ્ટ પર કોમેન્ટ કરતાં યુઝરે આગળ લખ્યું, તે છોકરો છેતરાયા બાદ સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો, તે ગીક્સ ફોર ગીક્સના મેનેજરનો સારો મિત્ર હતો. હું આ બધું જાણું છું કારણ કે મેં તે મેનેજર હેઠળ કામ કર્યું છે. તે મેનેજર, તે છોકરો અને હું બધા એક જ કોલેજમાં ભણ્યા. જો કે અમારી બેચ અલગ અલગ હતી. ક્રિતી સેનનના ફેન્સ સપોર્ટમાં ઉતર્યા
એક્ટ્રેસના પોડકાસ્ટ પર ઘણા લોકોએ તેમની પ્રતિક્રિયાઓ આપી છે. જ્યાં એક તરફ કેટલાક લોકો આ વાત પર વિશ્વાસ કરી રહ્યા છે તો બીજી તરફ ક્રિતી સેનનના ફેન્સ તેને સપોર્ટ કરી રહ્યા છે. આ આરોપ પર ક્રિતી સેનને હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. ક્રિતીનું નામ બિઝનેસમેન કબીર બહિયા સાથે જોડવામાં આવી રહ્યું છે
એક્ટ્રેસના સંબંધોની વાત કરીએ તો હાલમાં તેનું નામ બિઝનેસમેન કબીર બહિયા સાથે જોડવામાં આવી રહ્યું છે. ગઈકાલથી એવી ચર્ચા ચાલી રહી છે કે કૃતિ સેનન બિઝનેસમેન કબીર બહિયા સાથે રિલેશનશિપમાં છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. બંનેએ સાથે ક્રિસમસની ઉજવણી પણ કરી હતી. ક્રિતી રૂમર્ડ બોયફ્રેન્ડ કબીર બહિયા સાથે જોવા મળી હતી
હાલમાં જ રાહત ફતેહ અલી ખાનના કોન્સર્ટમાં ક્રિતી સેનન અને બિઝનેસમેન કબીર બહિયા સાથે જોવા મળ્યા હતા. એક્ટ્રેસની બહેન નૂપુર સેનને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કોન્સર્ટની કેટલીક સ્ટોરી શેર કરી હતી. એવું માનવામાં આવે છે કે ક્રિતી સેનન નવા વર્ષની ઉજવણી માટે દુબઈ ગઈ હતી. 2024માં ત્રણ મોટી ફિલ્મોમાં દેખાય
ક્રિતી સેનનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે વર્ષ 2024માં ત્રણ મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે જોવા મળી હતી. તે જ સમયે, કરીના કપૂર ખાન અને તબ્બુ સાથે ફિલ્મ ‘ક્રૂ’માં પણ જોવા મળી હતી. કૃતિએ ફિલ્મ ‘દો પત્તી’માં એક્ટિંગની સાથે સાથે ફિલ્મનું પ્રોડક્શન પણ કર્યું હતું.