back to top
Homeગુજરાતજનતાને આ ‘વિકાસ’ પસંદ છે?:મેયર, મોટું બજેટ મળશે તો સાથે પબ્લિક પર...

જનતાને આ ‘વિકાસ’ પસંદ છે?:મેયર, મોટું બજેટ મળશે તો સાથે પબ્લિક પર કમરતોડ વેરો ઝીંકાશે, જાણો તમારો વિસ્તાર મનપાની હદમાં આવે છે કે નહીં; જુઓ 9 મનપાનો નકશો

2025ની શરૂઆત થતાં જ ગુજરાતમાં હવે 8 નહીં પણ 17 મનપા અસ્તિત્વમાં આવી ગઇ છે. કેબિનેટ બેઠકમાં પોરબંદર-છાયા, નડિયાદ, નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતર કરીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો છે. સરકારે તો આ નિર્ણય લઇ લીધો પણ આ નિર્ણયને ત્યાંની જનતા કઇ રીતે જુએ છે. તેઓ આ નિર્ણયથી ખુશ છે કે દુ:ખી, વિસ્તારમાં શું ફેરફાર આવશે, વિકાસ થશે તો સાથે વેરો પણ વધશે. જનતા આ નિર્ણયને આવકારી રહી છે કે વિરોધ કરી રહી છે. ત્યારે આ સમગ્ર મામલે દિવ્ય ભાસ્કરે 9 મનપા વિસ્તારની મુલાકત લીધી હતી અને સ્થાનિકો સાથે વાતચીત કરી તેમના અભિપ્રાય જાણવાના પ્રયાસ કર્યા હતા… મહેસાણા ઉત્તર ગુજરાતનું હબ બનશે
મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતાં સ્થાનિકો અને બિલ્ડરોમાં ખુશીનો પાર નથી. ક્રેડાઈના પ્રમુખ મુકુંદભાઈ પટેલે જણાવ્યું કે, મનપાના કારણે રોડ-રસ્તા પહોળા થશે, જેના કારણે બિલ્ડિંગની એફ.એસ.આઈ પણ વધશે. ગ્રામ્ય વિસ્તારોમાં જે ગટર, પાણી, ડ્રેનજ લાઈનની સમસ્યા સર્જાય છે તે મહાનગરપાલિકા બન્યા બાદ નહીં સર્જાય. જેમ અમદાવાદ સીટી છે એમ મહેસાણા ઉત્તર ગુજરાતનું હબ બનવા જઇ રહ્યું છે.. સમગ્ર અહેવાલ વાચવા માટે અહીં ક્લિક કરો.. આણંદમાં કહી ખુશી કહી ગમનો માહોલ
આણંદને મનપામાં સમાવેશ કરાતા કહી ખુશી કહી ગમનો માહોલ છે. ભાજપ-કોગ્રેસ સહિત સ્થાનિકોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે. જોકે, કરમસદને મહાનગરપાલિકામાં સમાવવાનો વિરોધ પણ થઇ રહ્યો છે. આણંદ વિધાનસભાના આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર ગીરીશભાઈ સેન્ડલિયા જણાવે છે કે, નવા વર્ષના પહેલા દિવસે શ્વેતનગરી આણંદને મહાનગરપાલિકા ઘોષિત કરવામાં આવી છે. ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી, તેનો આજે સુખદ અંત આવ્યો છે. ત્યારે, શહેરના જુના પેન્ડિંગ કામો પણ વહેલીતકે પૂર્ણ થાય તેવી અપેક્ષા રાખું છું. બીજી તરફ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતીના અધ્યક્ષ મિથીલેશ અમીન જણાવે છે કે, સૌ પ્રથમ મોઢેરા સ્ટેડિયમ પરથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ઉતારી સરદાર પટેલનું નામ અસ્તિત્વમાંથી મિટાવી દીધું છે અને હવે આણંદ મહાનગરપાલિકાની અંદર કરમસદ ગામનો સમાવેશ કરી સરદાર વલ્લભભાઈ પટેલના ગામના અસ્તિત્વનો પણ નાશ કર્યો છે.. સમગ્ર અહેવાલ વાચવા માટે અહીં ક્લિક કરો.. નવસારીના ગ્રામ્ય વિસ્તારમાં ડેવલપમેન્ટ થશે
નવસારીનો મનપામાં સમાવેશ કરાતા હવે અર્બન શહેરની હરોળમાં મોટાભાઈ ગણાતા સુરતની સાથે દક્ષિણ ગુજરાતના એક મોટા શહેર તરીકે ઉભરી આવશે તેમાં કોઈ શંકા નથી. સ્થાનિક જીગીશ શાહે જણાવ્યું હતું કે, અગાઉ નવસારીમાં વિજલપુર નગરપાલિકા સાથે 8 મોટા ગામો ભળ્યા હતા એ 8 ગામોમાં મહેકમ 0 હતું, જેને કારણે ગામડાઓને યોગ્ય ન્યાય મળ્યો ન હતો. પરંતુ મહાનગરપાલિકા બનવાથી ગામડાઓના રસ્તા પાણી ડ્રેનેજની સુવિધા માં વધારો થશે, હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થતાં જે ગામડા સમાવાયા હતા તેના વિકાસ માટે મોટું ભંડોળ કેન્દ્રમાંથી મળશે. ભૂતકાળમાં આપણે સુરત મહાનગરપાલિકાના ગામડાઓનો વિકાસ આપણે જોયો જ છે.. સમગ્ર અહેવાલ વાચવા માટે અહીં ક્લિક કરો.. નડિયાદમાં નવા ઉદ્યોગો આવશે અને રોજગારી મળશે
નડિયાદનો મનપામાં સમાવેશ કરાતા સ્થાનિકો અને ભાજપના આગેવાનો સાથે વિપક્ષે પણ આ નિર્ણયને આવકાર્યો છે. વેપારી ગૌરાંગભાઈ કાપડીયાએ જણાવ્યું હતું કે, ખરેખર આવકારદાયક નિર્ણય છે. જેમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનો સિંહ ફાળો છે. મહાનગરપાલિકા બનશે એટલે નવા ઉદ્યોગો આવશે, રોજગારી મળશે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમા વધારો થશે અને લોકોનું જીવન ધોરણ સુધરશે.. સમગ્ર અહેવાલ વાચવા માટે અહીં ક્લિક કરો.. પર્યટન ક્ષેત્રે સુરેન્દ્રનગરનો વિકાસ થશે
સુરેન્દ્રનગરનો મનપામાં સમાવિષ્ય થતાં શહેરીજનોમાં ખુશીનો પાર નથી. સ્થાનિક રાકેશભાઈ રાઠોડે સરકારના આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, ખુબ જ ખુશીનો માહોલ છે. ઘણા સમયથી આ પેન્ડિંગ વિષય હતો. આજે જયારે મહાનગરપાલિકા થઇ રહી છે, ત્યારે આના કારણે ગામની જે ઘણી બધી સમસ્યાઓ છે. દબાણ, રોડ વગેરે સમસ્યાનું નિવારણ આવશે આ ઉપરાંત પર્યટન ક્ષેત્રે જે ખુબ ઓછા વિકલ્પો છે, એના કારણે પર્યટન ક્ષેત્રે પણ વિકાસ થશે. જેમ કે નવા બાગ બગીચા, નવા પર્યટન સ્થળો બનશે નવા રોજગારો ઉદભવશે અને નવા ઉદ્યોગો આવશે.. સમગ્ર અહેવાલ વાચવા માટે અહીં ક્લિક કરો.. વાપીને પાયાની તમામ સુવિધા મળશે
વાપી નગરપાલિકા અને આજુબાજુમાં આવેલી ગ્રામ પંચાયતોને પણ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવી લેવામાં આવી છે. જેથી ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા લોકોને મહાનગરપાલિકાની પાયાની તમામ સુવિધાઓ આપવામાં આવશે. રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ અને ભૂગર્ભ ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવશે. સ્થાનિક લોકો અને રાજકારણીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. બીજી તરફ વાપી નગરપાલિકામાં ભાજપના સત્તાધીશો પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયા હોવાના આક્ષેપ વાપી નગરપાલિકાના વિપક્ષ નેતા ખંડુંભાઈ પટેલે કર્યા હતા.. સમગ્ર અહેવાલ વાચવા માટે અહીં ક્લિક કરો. મૂળભૂત સુવિધાનો અભાવ હવે દૂર થવાની આશા છે
ગાંધીધામ મહાનગરપાલિકા બનવા વિશે બિલ્ડર એસોસિએશનના પ્રમુખ જગદીશ પડ્યા સાથે વાત કરતા તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, એક વાત તો નક્કી છે, કોર્પોરેશન ધરવતા શહેરોમાં સેવા સુવિધાનો વ્યાપ વિશેષ રહે છે, તેથી હવે ગાંધીધામને પણ ચોક્કસપણે મૂળભૂત સુવિધાઓ મળતી થશે. હાલ શહેરમાં જે રોડ રસ્તા, ગટર, પાણી જેવી સેવાઓનો અભાવ છે તે દૂર થવાની આશા છે. ખાસ કરીને શહેરના સુંદરપુરી, ભારત નગર અને સ્લમ એરિયામાં ગટર ઓવરફ્લો થવાની વ્યાપક સમસ્યા છે. આ સિવાય પીવાના પાણીની પણ ખુબ તંગી રહેતી હોય છે. ત્યારે હવે મહાનગરપાલિકાની મંજૂરી મળતા શહેરના સુખ સુવિધામાં વધારા સાથે વિકાસ પણ થશે..સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો… ઉદ્યોગ આવશે તો ઘર આંગણે રોજગારી મળશે
પોરબંદરને મહાનગરપાલિકાનો દરજજો મળતા શહેરીજનોમાં ખુશી જોવા મળી રહી છે. શહેરીજન અશ્વીનભાઇ ચોલેરાએ એવુ જણાવ્યુ હતુ કે, પોરબંદરમાં વિકાસની અનેક ઉજજળી તકો છે. જોકે મહાનગર પાલિકા બનાતા વેરામાં વધારો થશે તેમની સામે કમિશ્નર જેવા અધિકારી પોરબંદરનુ સુકાન સંભાળતા હોય સ્વભાવિક છે. તેઓ શહેરના વિકાસમાં ફાયદો થશે પોરબંદરમા ફરી ઉદ્યોગ આવે અને હવાઇ સેવા શરૂ કરવામાં આવેતો સોનામાં સુંગધ ભળે.. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો… ‘3 લાખથી વધારે વસતિ થાય તો સરકાર મહાનગરપાલિકા બનાવી શકે’
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનના પૂર્વ એમ.ડી. મહેન્દ્ર એસ. પટેલ કહે છે કે કાયદાના પ્રોવિઝન પ્રમાણે 3 લાખથી વધારે વસતિ થાય એને સરકાર નોટિફિકેશન ઇસ્યુ કરી મહાનગરપાલિકા બનાવી શકે છે, કેટલાક કિસ્સામાં આસપાસનાં ગામ જોડીને પણ મહાનગરપાલિકા બનાવી શકે છે. અત્યારે એન્ટિટી નગરપાલિકા એ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 પ્રમાણે સંચાલિત થતી નગરપાલિકા છે. પંચાયત ધારો 1963ની નીચે ગ્રામપંચાયત હોય છે. જીપીએમસી(ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન) એક્ટ હેઠળ વહીવટ થાય. પ્રમુખને બદલે મેયર, ચીફ ઓફિસરની જગ્યાએ કમિશનર અને સાથે-સાથે મેયર, ડેપ્યુટી મેયર સહિતની જગ્યાઓ વધે. ચીફ ઓફિસર કક્ષાએ ટેક્નિકલ મહેકમ નથી હોતી પણ કમિશનરના તાબા હેઠળ ટેક્નિકલ મહેકમ હોય છે, જેથી વહીવટ સારી રીતે થઈ શકે. કોર્પોરેશન થવાથી પ્લાન્ડ ડેવલપમેન્ટ થશે, શહેરોનો વિકાસ થશે અને ગટર-પાણી-રસ્તાની સારી સુવિધા મળશે. કોર્પોરેશન બનાવવા પાછળ ખર્ચ થાય?
કોર્પોરેશન બનાવવા ખર્ચ નથી હોતો. સરકાર મંજૂરી આપે, એરિયા નોટિફાય કરે અને જીપીએમસી એક્ટ નીચે જાહેરાત થાય. એ જ પ્રમાણે બીજા બધા તંત્રમાં પણ મહાનગરને જે લાભ મળે, જેમ કે રીજનલ ઓફિસ ખોલવી, ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવી વગેરે જેવી સુવિધા મળે. આમ, કોર્પોરેશન બનાવવાથી નાગરિકોને સુવિધા વધારે મળે છે. વેરામાંથી મુક્તિ આપવાનો કોઈ નિયમ નથી, પણ વધારો ન કરવો હોય તો ન કરે. આ સાથે અમુક રાહત આપે, જેમ કે ઈન્ડસ્ટ્રી અને કોમર્શિયલમાં વેરો વધારો કરી શકે અને રહેણાક, ભાડૂઆતના વેરા ઓછા રાખે. નીતિ બનાવવાની સત્તા છે. કોર્પોરેશન પાસે પાવર વધારે હોય છે એટલે ઝડપી નિર્ણય લેવાય છે. નગરપાલિકા કરતાં મનપા પાસે વધારે પાવર
નગરપાલિકા અને કોર્પોરેશન પાસે અધિકાર છે અને જો પાવર ન હોય તો વહીવટ અઘરો થઈ જાય. પહેલા માગણું રજૂ કરવામાં આવે, જેમાં બીજો વધારાનો ચાર્જ ન હોય એ પછી નોટિસ આપવામાં આવે. તેમ છતાં વેરા નથી ભરતા તો વ્યાજ શરૂ થાય. તેમ છતાં જો ડિફોલ્ટર થાય તો મિલકત સીલ કરવામાં આવે છે. એ પછી પણ જો વેરો ન ભરે તો રેવન્યુ રાહે વસૂલાત, એટલે કે કલેક્ટરને દરખાસ્ત મોકલી મામલતદારની રૂબરૂમાં મિલકતની હરાજી કરી વેરો વસૂલ કરવામાં આવે છે એટલો પાવર કોર્પોરેશન પાસે હોય છે. છેલ્લે, રેડ કોર્નર નોટિસ આપે. દરેક નગરપાલિકા કે મનપા ક્રાઈટેરિયા આધારે વેરો અને વ્યાજ ગણતા હોય છે. કોર્પોરેશન અને નગરપાલિકામાં કાયદાકીય પ્રોવિઝન ઘણાં સરખાં છે, પણ કોર્પોરેશન પાસે થોડા વધારે પાવર છે. ‘કોર્પોરેશનમાં નગરપાલિકા કરતાં ટેક્સ વધુ હોય છે’
મહાનગરપાલિકાના આવકના સ્ત્રોત અને ફાયદા-નુકસાન અંગે મહેન્દ્ર એસ. પટેલ કહે છે, કોર્પોરેશનમાં નગરપાલિકા કરતાં વેરા વધારે હોય છે. આવક માટેના મુખ્ય સ્ત્રોત ઘરવેરો, પાણીવેરો, સફાઈવેરો હોય છે. આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવી વેચાણ પાત્ર પ્લોટનું વેચાણ કરી ટીપી સ્કીમ ડેવલપ કરાય છે. આ સિવાય રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળે છે. મનપાએ આવી ગ્રાન્ટમાં 30 ટકા જ રકમ રોકવી પડે છે. આમ, 30 ટકા બજેટમાં 100 ટકા કામ થાય છે. અમુક પ્રોજેક્ટમાં તો સરકાર 100 ટકા રકમ આપે છે. આમ, કેટેગરી બદલાય અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના લાભ મળતા શરૂ થાય છે. મહેકમ વધે એટલે મહેકમ ખર્ચ પણ વધે. જેટલી મોટી કોર્પોરેશન એટલું મોટું બજેટ. વ્યાપ વધે છે, આવકના સ્ત્રોત વધે છે. કોઈ આઈએએસ ઓફિસર બેસે તો સરકાર સાથે પણ એ પ્રકારનો રેપો હોય છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય તો સરકારમાં સીધી રજૂઆત કરી પોતાના પ્રોજેક્ટ મંજૂર કરાવે છે. નુકસાનમાં તો વેરો વધારે ભરવો પડે, કેમ કે બંનેના ક્રાઈટેરિયા અલગ છે. ફાયદો એ છે કે સારી સુવિધા મળે, જુદા જુદા રિઝર્વેશનને કારણે સુવિધા સારી મળે. મોટાં શહેરોમાં પહોળા રસ્તા, તમામ સુવિધા અને ગામતળ વિસ્તારમાં પણ લાઈનદોરીમાં લઈ કઈ રીતે સારી સુવિધા આપી શકાય એવા પ્રયાસ કોર્પોરેશન કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments