back to top
Homeબિઝનેસજિયોનો IPO 40 હજાર કરોડ રૂપિયાનો હશે:દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO...

જિયોનો IPO 40 હજાર કરોડ રૂપિયાનો હશે:દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે, વર્ષની ​​​​​બીજી ટર્મ પછી આવી શકે છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ટેલિકોમ યુનિટ જિયોના IPOની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ IPO 35 હજારથી 40 હજાર કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. રિલાયન્સ ગ્રુપ આ વર્ષની બીજી ટર્મ પછી લોન્ચ કરવાનું લક્ષ્ય છે. આ દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. કંપનીએ પ્રી-IPO પ્લેસમેન્ટ માટે રોકાણકારો સાથે ચર્ચા શરૂ કરી છે. અત્યાર સુધી દેશનો સૌથી મોટો IPO Hyundai Motor Indiaનો છે. કંપનીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં રૂ. 27,870 કરોડનો IPO લોન્ચ કર્યો હતો. અગાઉ, આ સિદ્ધિ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના નામે હતી, જેણે 2022માં રૂ. 21,000 કરોડનો IPO લાવ્યો હતો. 46 કરોડ ગ્રાહકો સાથે Jio સૌથી મોટો ઓપરેટર છે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ટેલિકોમ, ઈન્ટરનેટ અને ડિજિટલ બિઝનેસ માટે 5 વર્ષમાં લગભગ 26 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે. રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર છે, તેના ઓક્ટોબરના એન્ડમાં 47 કરોડ વાયરલેસ ગ્રાહક છે. ગયા વર્ષે જૂનમાં ટેરિફમાં વધારાને કારણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેના નફામાં ઉછાળો જોવા મળ્યો હતો. જિયોના બીજા ક્વાર્ટરના નોટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે 14%નો વધારો
નાણાકીય વર્ષ 2024-25 ના બીજા ક્વાર્ટરમાં, રિલાયન્સ જિયોનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 14% વધીને રૂ. 6,231 કરોડ થયો છે. ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં તે રૂ. 5,445 કરોડ હતો. તેમજ, કંપનીની આવક વાર્ષિક ધોરણે 7.0% વધીને રૂ. 28,338 કરોડ થઈ છે. ગયા વર્ષે જુલાઈ-સપ્ટેમ્બરમાં તે રૂ. 26,478 કરોડ હતી. Jioનો EBITDA આક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 8% વધીને રૂ. 15,036 કરોડ થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 13,920 કરોડ હતો. જ્યારે માર્જિન 53.1% હતું. ઓવરેજ રેવન્યુ પર યુઝર (ARPU) નો ઉપયોગ ટેલિકોમ કંપનીઓની કામગીરીને માપવા માટે થાય છે. જુલાઈમાં રિચાર્જની કિંમતોમાં વધારો થયા બાદ કંપનીની ARPU વધીને 195.10 રૂપિયા થઈ ગઈ છે. આ પહેલા, સતત ત્રણ વખત તેમાં કોઈ ફેરફાર થયો ન હતો અને તે 181.7 રૂપિયા પર સ્થિર હતો. કંપનીએ ગયા મહિને 14 ઓક્ટોબરે Q2FY25 પરિણામો જાહેર કર્યા હતા. રિલાયન્સનો ફાઇનાન્શિયલ સર્વિસ બિઝનેસ 2023માં લિસ્ટ થયો હતો
અગાઉ, રિલાયન્સનો ફાઇનાન્શિયલ સર્વિસનો બિઝનેસ જુલાઈ 2023માં તેની મૂળ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) થી અલગ થઈ ગયો હતો. ડિમર્જર પછી, જિયો ફાઇનાન્શિયલના શેરની કિંમત પ્રાઇસ ડિસ્કવરી મિકેનિઝમ હેઠળ રૂ. 261.85 નક્કી કરવામાં આવી હતી. આ પછી, 21 ઓગસ્ટના રોજ, કંપનીના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર 265 રૂપિયામાં લિસ્ટ થયા હતા. તેમજ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર શેર રૂ. 262 પર લિસ્ટ થયો હતો. જો કે, તેના શેરે 1 વર્ષમાં રૂ. 68.85 (29.25%) રિટર્ન આપ્યું છે. તે 304 રૂપિયા પર પહોંચી ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments