દેશભરમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) દ્વારા થતા ટ્રાન્ઝેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે. ડિસેમ્બરમાં 23.25 લાખ કરોડ રૂપિયાના પેમેન્ટ યુપીઆઇ દ્વારા થયા હતા. નવેમ્બરમાં (21.55 લાખ કરોડ)ની તુલનામાં 27.5 ટકા તથા ગત વર્ષની તુલનામાં 46 ટકાનો વધારો સૂચવે છે. એનપીસીઆઇના જણાવ્યા પ્રમાણે સતત 10 મહિનાથી 20 લાખ કરોડ રૂપિયા કરતા વધારે યુપીઆઇ ટ્રાન્ઝેક્શન નોંધાયા છે. ડિસેમ્બરમાં 74,990 કરોડ રૂપિયાનું દૈનિક ટ્રાન્ઝેક્શન થયું હતું. જ્યારે નવેમ્બરમાં આ આંકડો 71,840 કરોડ રૂપિયા હતો. સરકારને 1.77 લાખ કરોડ GST આવક, 7.3% વધારે
દેશમાં ડિસેમ્બરમાં જીએસટી દ્વારા થતી કુલ આવક 1.77 લાખ કરોડ રૂપિયા નોંધાઈ છે. જે ડિસેમ્બર 2023ની તુલનામાં 7.3 ટકા વધારે છે. જો કે નવેમ્બરમાં થયેલી 1.82 લાખ કરોડ રૂપિયાની આવક કરતા આ આંકડો ઓછો છે. ગુજરાતમાં સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટને નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા તિમાસિક ગાળામાં ગત વર્ષની સરખામણીએ આવકમાં 19 ટકાનો વધારો થયો છે.