બોલિવૂડ એક્ટર રણવીર સિંહ હાલમાં આદિત્ય ધર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધુરંધર’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મનું મેકિંગ Jio સ્ટુડિયોના જ્યોતિ દેશપાંડે, આદિત્ય ધર અને લોકેશ ધર તેમના બેનર B62 સ્ટુડિયો હેઠળ કરી રહ્યા છે. એવામાં હાલ સેટ પરથી લીક થયેલી તસવીરો તાજેતરમાં વાઈરલ થઈ છે, જેમાં રણવીરને ખલનાયક આવતાર જોવા મળી રહ્યો છે. એક્ટરનો લૂક જોઈ ‘એનિમલ’ના રણબીરની યાદ આવી જશે
વાઈરલ થઈ રહેલી તસવીરોમાં રણવીર સિંહ લાંબી દાઢી, સૂટ-બૂટ અને માથા પર પાઘડી પહેરેલો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીર ‘ધુરંધર’ના સેટની છે. આ પહેલીવાર હશે જ્યારે રણવીર સિંહ સરદાર ગેટઅપમાં જોવા મળશે. સૂટ અને ચહેરા પર લોહીના ડાઘ જોતા ‘એનિમલ’ના રણબીર કપૂરની યાદ આવશે. 24 સેકન્ડના આ વીડિયોમાં રણવીર સિંહ ખુલ્લા લાંબા વાળ અને હાથમાં સિગારેટ સાથે જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગલી બોય એક્ટર RAW એજન્ટની ભૂમિકા ભજવી રહ્યો છે, કારણ કે આ ફિલ્મ RAWના ઇતિહાસની સત્ય ઘટનાઓ પર આધારિત છે. વાઈરલ વીડિયોમાં જોવા મળે છે કે રણવીર સિંહ સિગારેટ પીતો હોય છે. એક માણસ બાળકને લઈને આવે છે અને તેને વાનમાં બેસાડે છે. દ્રશ્ય જોઈને લાગે છે કે બાળકનું અપહરણ થઈ રહ્યું છે. રણવીર સિંહના લાંબા વાળનો લુક તેના ખિલજીના પાત્રની પણ યાદ અપાવે છે. જુલાઈ 2024 માં ફિલ્મની જાહેરાત કરી હતી
જુલાઈ 2024 માં, રણવીરે તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર કૅપ્શન સાથે ફિલ્મની જાહેરાત કરી. વર્ક ફ્રન્ટ પર, રણવીર સિંહ છેલ્લે રોહિત શેટ્ટીની સિંઘમ અગેઇનમાં જોવા મળ્યો હતો, જ્યાં તેણે સંગ્રામ ભાલેરાવ ઉર્ફે ‘સિમ્બા’ની ભૂમિકા ભજવી હતી, તેની સાથે અજય દેવગન, કરીના કપૂર ખાન, અર્જુન કપૂર, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ અને દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં જોવા મળ્યા હતા.