પશ્ચિમી મોન્ટેનેગ્રો શહેરમાં એક બારમાં બે પક્ષો વચ્ચેની સામાન્ય બોલાચાલીમાં ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં બાર માલિક અને બે બાળકો સહિત કુલ 10 લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરની ઓળખ 45 વર્ષીય અકો માર્ટિનોવિક તરીકે થઈ છે. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પોલીસ આરોપીને શોધી રહી છે
પોલીસ આ ઘટનામાં સામેલ એકો માર્ટિનોવિકની તપાસ કરી રહી છે. તેની ધરપકડ કરવા માટે પોલીસની એક વિશેષ ટીમ સેટીનજે શહેરમાં મોકલવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી આ શહેરમાં છુપાયેલો હોઈ શકે છે. પોલીસની ટીમે આ શહેરની બહાર જતા રસ્તાઓ પર નાકાબંધી કરી દીધી છે. આરોપીઓને શોધવા માટે તમામ સંભવિત સ્થળોએ દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે. આરોપી બારમાંથી ઘરે ગયો હતો અને પછી હથિયાર લાવ્યો હતો
મીડિયા રિપોર્ટ્સ મુજબ આરોપી અકો માર્ટિનોવિક આખો દિવસ એક લોકલ બારમાં અન્ય મહેમાનો સાથે મસ્તી કરતો હતો. આ દરમિયાન જ્યારે તેનો કેટલાક લોકો સાથે ઝઘડો થયો ત્યારે તે પહેલા બાર છોડીને પોતાના ઘરે ગયો અને ત્યાંથી તે હથિયારો સાથે તે બારમાં આવ્યો અને ફાયરિંગ શરૂ કર્યું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ બારમાંથી બહાર નીકળ્યા ત્યાં સુધીમાં ઘણા લોકોની હત્યા કરી હતી. પોલીસને આરોપીની કાર મળી આવી હતી આ કેસની તપાસ દરમિયાન પોલીસે આરોપી અકો માર્ટિનોવિકની કાર મળી આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી પહેલા આ કારમાં બારમાં આવ્યો હતો અને બાદમાં તેણે આ કારમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે હાલ આરોપીઓને શોધી રહી છે.