ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ માટે ભારતીય ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવશે. તેના સ્થાને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શુક્રવારે સવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે કેપ્ટનશિપ કરી શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ રોહિતે કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજીત અગરકરને પ્લેઇંગ-11ની બહાર રહેવાના નિર્ણયની જાણ કરી છે. એવું જાણવા મળ્યું છે કે, આ માટે બંને સંમત થયા છે. આનો અર્થ એ પણ થઈ શકે છે કે મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ ભારત માટે રોહિત માટે છેલ્લી હોઈ શકે છે કારણ કે તે ઇંગ્લેન્ડના પ્રવાસ સાથે શરૂ થતી આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલ માટે પ્લાનમાં ન હોઈ શકે. વર્તમાન સાયકલમાં ભારત WTC ફાઈનલ માટે ક્વોલિફાય થાય તેવી શક્યતા નથી. હાલમાં ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 1-2થી પાછળ છે. ટીમે 3 જાન્યુઆરીથી સિડનીમાં 5 મેચની શ્રેણીની છેલ્લી મેચ રમવાની છે. રોહિતની જગ્યાએ ગિલ પરત ફરશે
મેલબોર્ન ટેસ્ટમાંથી બહાર થયેલા શુભમન ગિલ રોહિતની જગ્યાએ પ્લેઇંગ-11માં પરત ફરશે. તે ત્રીજા નંબર પર બેટિંગ કરશે જ્યારે કેએલ રાહુલ યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂઆત કરશે. રિષભ પંત ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખશે. જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્ના ઇજાગ્રસ્ત આકાશ દીપનું સ્થાન લેશે. રોહિત નેટ્સમાં સૌથી છેલ્લે બેટિંગ કરવા આવ્યો
મેચની પૂર્વસંધ્યાએ ટ્રેનિંગ દરમિયાન, જ્યારે ફિલ્ડિંગ ડ્રિલ્સ ચાલી રહી હતી ત્યારે ગંભીર બુમરાહ સાથે લાંબી વાતચીત કરતા જોવા મળ્યો હતો. રોહિતે નેટ્સ પર થોડા સમય માટે સાઇડ-આર્મ બોલરો સાથે બેટિંગ કરી હતી. હકીકતમાં, પ્રેક્ટિસ માટે રોહિત સૌથી છેલ્લો આવ્યો હતો. ઉપરાંત તે રેગ્યુલર સ્લિપ પ્રેક્ટિસ સેશન દરમિયાન પણ ગાયબ હતો. અગાઉ આજે જ્યારે ગંભીરને રોહિતના પ્લેઇંગ-11માં સ્થાન વિશે પૂછ્યું હતું, ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે ‘રોહિત સાથે બધુ બરાબર છે. અમે આવતીકાલે વિકેટ પર નજર નાખીશું અને પ્લેઇંગ-11ની જાહેરાત કરીશું.’ 3 પોઇન્ટમાં સમજો કે કેમ રોહિત નહીં રમે… 1. રોહિત ડ્રેસિંગ રૂમમાં એકલો બેઠો હતો
મેચ પહેલા ટીમના ટ્રેનિંગ સેશનમાં રોહિત શર્મા ટીમથી અલગ દેખાતા હતા. તે ડ્રેસિંગ રૂમમાં એકલો જ બેઠો રહ્યો. તે લાંબા સમય સુધી બુમરાહ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. રોહિત પ્રેક્ટિસમાં ઘણો મોડો આવ્યો. 2. ગંભીર બુમરાહ-અગરકર સાથે વાત કરતો જોવા મળ્યો
મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને અજીત અગરકર ટ્રેનિંગ દરમિયાન જસપ્રિત બુમરાહ સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ પછી બુમરાહે શુભમન ગિલને નેટ્સ કરવા માટે કહ્યું. આ દરમિયાન રોહિત શર્મા પણ નેટીંગ કરતો રહ્યો. 3. રોહિતના બદલે ગિલે સ્લિપ ફિલ્ડિંગની ટ્રેનિંગ લીધી
રોહિત શર્માની જગ્યાએ શુભમન ગિલે સ્લિપમાં ફિલ્ડિંગની પ્રેક્ટિસ કરી હતી. સામાન્ય રીતે, મેચ દરમિયાન, રોહિત શર્મા યશસ્વી અને વિરાટ સાથે સ્લિપમાં ફિલ્ડિંગ કરતા જોવા મળે છે. ઈરફાન પઠાણે કહ્યું- જો રોહિત કેપ્ટન ન હોત તો ટીમમાં ન હોત
રોહિત શર્માના ખરાબ ફોર્મ પર પૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે કહ્યું- ‘જો રોહિત કેપ્ટન ન હોત તો તે ટીમમાં ન હોત. એક ખેલાડી, જેણે 20 હજાર રન બનાવ્યા છે. તેમ છતાં, રોહિત જે રીતે સંઘર્ષ કરી રહ્યો છે તે જોઈને લાગે છે કે તેનું ફોર્મ તેને સાથ નથી આપી રહ્યું. અત્યારે શું થઈ રહ્યું છે કે તે કેપ્ટન છે એટલે રમી રહ્યો છે. જો તે કેપ્ટન ન હોત તો કદાચ અત્યારે તે રમી શક્યો ન હોત. તમારી પાસે નિશ્ચિત ટીમ હોત. હાલમાં ભારતના કંગાળ પ્રદર્શનથી રોહિતની કેપ્ટનશિપ સ્કેનર હેઠળ આવી
ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે વ્હાઈટવોશનો ભોગ બન્યા પછી ઓસ્ટ્રેલિયા સામેની બે હારને કારણે તેની કેપ્ટનશિપ પણ સ્કેનર હેઠળ આવી ગઈ છે. વધુમાં રોહિત પેટર્નિટી લિવ પર હતો, ત્યારે બુમરાહે પર્થ ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી હતી, જેમાં ભારતે 195 રનથી મેચ જીતી લીધી હતી. રોહિતે BGT-2024માં માત્ર 31 રન જ બનાવી શક્યો
ભારતીય કેપ્ટન રોહિત શર્મા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ફ્લોપ રહ્યો છે. તે 3 ટેસ્ટની 5 ઇનિંગ્સમાં માત્ર 31 રન જ બનાવી શક્યો હતો. તેની એવરેજ 6.20 રહી છે. રોહિત શર્મા તેની કારકિર્દીના છેલ્લા પ્રવાસમાં છે. વર્ષ 2024માં તે 24.76ની એવરેજથી માત્ર 131 રન જ બનાવી શક્યો છે. મેલબોર્નમાં હાર બાદ ધોનીએ કેપ્ટનશિપ છોડી હતી
11 વર્ષ પહેલાં 2014માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપનો પણ મેલબોર્નમાં અંત આવ્યો હતો. તેણે મેલબોર્ન ટેસ્ટ બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. વાંચો સિડની ટેસ્ટ સંબંધિત આ સમાચાર… મેલબોર્નની હાર પર ખેલાડીઓને ઠપકો આપવા અંગે ગંભીરની સ્પષ્ટતા ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમની વાતો સાર્વજનિક થવા પર હેડ કોચ ગૌતમ ગંભીર નારાજ છે. કોચે ગુરુવારે કહ્યું કે ખેલાડીઓ અને કોચ વચ્ચેની વાતચીત ડ્રેસિંગ રૂમ સુધી મર્યાદિત હોવી જોઈએ. તે બહાર આવવી જોઈએ નહીં. ગંભીરે ડ્રેસિંગ રૂમમાં તણાવના સમાચારને એમ કહીને ચૂપ કરવાનો પ્રયાસ કર્યો કે આ માત્ર રિપોર્ટ્સ છે અને તેમાં કોઈ સત્ય નથી. સંપૂર્ણ સમાચાર વાંચો…