શાલિની પાસીએ હાલમાં જ પોતાના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા છે. તેના નાનપણમાં લગ્ન થઈ ગયા હતા આ વિશે પણ તેણે વાત કરી હતી. શાહરુખ ખાન અને ગૌરી ખાન વિશે શાલિનીએ કહ્યું – મેં ખૂબ નાની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા અને તે સમયે ગૌરીએ મને ખૂબ સપોર્ટ કર્યો હતો. સંજય પાસી અને શાહરુખ બાળપણના મિત્રો છે – શાલિની
શાલિની પાસીએ મોજો સ્ટોરીમાં બરખા દત્ત સાથે વાત કરતા કહ્યું કે શાહરુખ ખાન અને ગૌરી ખાન તેના ફેમિલી ફ્રેન્ડ છે. શાલિનીના પતિ સંજય પાસી અને શાહરુખ ખાન સ્કૂલથી જ સાથે છે. હું સંબંધોને લઈ ખૂબ જ મૂડી છું- શાલિની
તેણે કહ્યું- સંજય સંબંધોને લઈને ખૂબ જ સારો છે, જ્યારે મને એકલા જીવવું ગમે છે. હું ખૂબ જ મૂડી છું. સંજય લોકો સાથે સંપર્ક બનાવવામાં એક્સપર્ટ છે, જ્યારે હું એવી નથી. હું કોઈપણ માટે 100% ઉપલબ્ધ છું, પરંતુ તે બધું મારા મૂડ પર આધાર રાખે છે. નાની ઉંમરે લગ્ન થયા, ગૌરીએ સાથ આપ્યો
શાલિની પાસીએ આગળ કહ્યું- ‘શાહરુખ ખાન અને ગૌરી સાથે આવું નથી. તેઓ દિલ્હીના લોકો છે, જેમણે બોમ્બેમાં ઘણું નામ કમાવ્યું છે. તેમ છતાં તે બંને તેમના તમામ મિત્રોના સંપર્કમાં છે જે ઘણું સારું કહેવાય. ગૌરીએ મને દરેક સમયે સપોર્ટ કર્યો છે. મારા લગ્ન ખૂબ જ નાની ઉંમરે થયા હતા અને ગૌરી હંમેશા તેના ઉદાહરણ આપીને મને સમજાવતી હતી. મારા માટે આ બહુ મોટી વાત હતી. હું જાણતી હતી કે હું તેના પર વિશ્વાસ કરી શકું છું. શાલિની નેટફ્લિક્સ શોમાં જોવા મળી હતી
શાલિની પાસી જ્યારથી Netflixની ‘ફેબ્યુલસ લાઈવ્સ vs બોલિવૂડ વાઈવ્ઝ’ની ત્રીજી સીઝનમાં ડેબ્યુ કરી છે ત્યારથી તે સમાચારમાં છે. 20 વર્ષની નાની ઉંમરે લગ્ન કર્યા
શાલિનીએ 20 વર્ષની ઉંમરમાં બિઝનેસમેન સંજય પાસી સાથે લગ્ન કર્યા હતા. તેણે 21 વર્ષની ઉંમરે પુત્રને જન્મ આપ્યો હતો. તેમનો પુત્ર હવે 27 વર્ષનો છે. શાલિનીએ નાની ઉંમરમાં લગ્ન કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.