back to top
Homeસ્પોર્ટ્સશ્રીલંકાએ ત્રીજી T20માં ન્યૂઝીલેન્ડને હરાવ્યું:કિવીઝે 2-1થી સિરીઝ જીતી, કુસલ પરેરાની સદી, અસલંકાએ...

શ્રીલંકાએ ત્રીજી T20માં ન્યૂઝીલેન્ડને હરાવ્યું:કિવીઝે 2-1થી સિરીઝ જીતી, કુસલ પરેરાની સદી, અસલંકાએ 3 વિકેટ લીધી

શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની T20 સિરીઝની છેલ્લી મેચમાં 7 રને રોમાંચક વિજય મેળવ્યો છે. આ જીત સાથે શ્રીલંકાની ટીમે ક્લીન સ્વીપથી પોતાને બચાવી લીધા છે, જો કે ચરિથ અસલંકાની આગેવાનીની ટીમ 2-1થી સિરીઝ હારી ગઈ છે. નેલ્સનમાં ગુરુવારે ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ 20 ઓવરમાં 5 વિકેટે 218 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 211 રન જ બનાવી શકી હતી. કુસલ પરેરા પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે 46 બોલમાં 101 રનની ઇનિંગ રમી હતી. જ્યારે જેકબ ડફીને પ્લેયર ઓફ ધ સિરીઝ પસંદ કર્યો હતો. ડફીએ 8 વિકેટ લીધી છે. શ્રીલંકાની ખરાબ શરૂઆત, પાવરપ્લેમાં 2 વિકેટ ગુમાવી
ટૉસ હારીને બેટિંગ કરવા આવ્યા બાદ શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી. પાવરપ્લેમાં ટીમે 6 ઓવરમાં 49 રન બનાવીને 2 વિકેટ ગુમાવી દીધી હતી. ઇનિંગની ત્રીજી ઓવરમાં મેટ હેનરીએ પથુમ નિસાંકાને પેવેલિયન મોકલી દીધો, જ્યારે પાંચમી ઓવરના છેલ્લા બોલ પર મિચેલ સેન્ટનરે કુસલ મેન્ડિસને માઈકલ બ્રેસવેલના હાથે કેચ કરાવ્યો. નિસાંકા 14 રન અને મેન્ડિસ 22 રન બનાવીને આઉટ થયા હતા. પરેરા-અસલંકાની સદીની ભાગીદારી
મધ્ય ઓવરોમાં 83 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવ્યા બાદ કુસલ પરેરાએ (101 રન) કેપ્ટન ચરિથ અસલંકા (46 રન) સાથે ચોથી વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. બંનેએ 45 બોલમાં 100 રન જોડ્યા. તેણે ફર્નાન્ડો સાથે ત્રીજી વિકેટ માટે 41 રનની ભાગીદારી નોંધાવી હતી. આ ભાગીદારી જેકબ ડફીએ તોડી હતી. તેણે ફર્નાન્ડો (17 રન)ને LBW આઉટ કર્યો હતો. ન્યૂઝીલેન્ડની જોરદાર શરૂઆત, રચિન રવીન્દ્રની ફિફ્ટી
219 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે જોરદાર શરૂઆત કરી હતી. ટિમ રોબિન્સન અને રચિન રવીન્દ્રએ 45 બોલમાં 81 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. ટીમે પાવરપ્લેમાં 6 ઓવરમાં વિના નુકશાન 63 રન બનાવ્યા હતા. ઓપનિંગ ભાગીદારી અવિશકા ફર્નાન્ડોએ તોડી હતી. તેણે રોબિન્સનને સબસ્ટીટ્યૂટ ફિલ્ડર કામિન્દુ મેન્ડિસના હાથે કેચ કરાવ્યો. કિવીનો મિડલ ઓર્ડર નિષ્ફળ રહ્યો
કિવી ટીમનો મિડલ ઓર્ડર નિષ્ફળ ગયો હતો. બેટર્સ મજબૂત શરૂઆતનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા. એક સમયે ટીમે 8 ઓવરમાં 85 રન બનાવી લીધા હતા અને માત્ર એક વિકેટ ગુમાવી હતી. પરંતુ ટીમ અહીંથી વિકેટો ગુમાવતી રહી. ટીમે છેલ્લી 5 ઓવરમાં માત્ર 43 રન બનાવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments