સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ હોસ્પિટલ, મસ્કતિ હોસ્પિટલ તથા વિવિધ હેલ્થ સેન્ટરોનો વહીવટ સરળતાથી થાય તથા તેની તબીબી સેવાઓનો બહોળો લાભ જાહેર જનતાને સરળતાથી મળી રહે એ માટે (HMIS) સિસ્ટમ લાગુ કરાશે. આ સિસ્ટમથી દર્દીઓને ઉપલબ્ધ સુવિધાઓની ગુણવત્તામાં સુધારો થશે. તથા તબીબી સેવા વધુ ઝડપી અને પારદર્શક બને તેથી તમામ ડેટા-માહિતીનો વ્યવસ્થિત રીતે સંગ્રહ કરી ડેટાબેઝ તૈયાર કરી શકાય અને ભવિષ્યનાં આયોજન કરવા માટેનાં જરૂરી પેરામીટર વિશે અનુમાન લગાવી શકાય એ માટે હોસ્પિટલ મેનેજમેન્ટ એન્ડ ઈન્ફોર્મેશન સિસ્ટમ (HMIS)નું અમલીકરણ કરાશે, જે આવનારા નવા વર્ષમાં તમામ હેલ્થ સેન્ટરો અને મનપા સંચાલિત હોસ્પિટલોમાં લાગુ કરી દેવાશે તેમ જાણવામાં આવ્યું છે. હાલમાં મનપા દ્વારા હેલ્થ સેન્ટરો પર પાયલટ પ્રોજેક્ટ તરીકે આ સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી છે અને નવા વર્ષમાં બે-ત્રણ માસમાં આ સિસ્ટમ સંપૂર્ણપણે શરૂ થઈ જશે. શું છે હેલ્થ મેનેજમેન્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ?
હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ (HMIS) મારફત પેશન્ટનું ડેમોગ્રાફીક ડેટાની નોંધની કરાશે. જેથી યુનિક પેશન્ટ આઈડેન્ટિફિકેશન નંબર જનરેટ કરવામાં આવશે. જેનો સુરત મહાનગરપાલિકાની તમામ હોસ્પિટલ અને તમામ હેલ્થ સેન્ટર ખાતે ઉપયોગ કરવામાં આવશે. જેથી તબીબી સારવાર માટે વાંરવાર કેસ કઢાવવાની જરૂરિયાત રહેશે નહીં. આ સિસ્ટમ થકી નાગરિકને તબીબી સેવા મેળવવા માટે લાંબી કતારમાં રાહ જોવાની જગ્યાએ પારદર્શક ક્યુ મેનેજમેન્ટ એપ્લિકેશન થકી ટોકનબેઝ્ડ એપોઇન્ટમેન્ટ થકી ઓપીડીમાં ડોક્ટર મારફત જરૂરી મેડિસીન પ્રિસ્ક્રાઈબ કરવામાં આવશે. જે ટોકન ફાર્મસી વિન્ડો પર ટોકન ડિસ્પ્લે થતાં દવા દર્દીને મળશે. જો કોઈ કિસ્સામાં પેથોલોજી લેબ કે માઈક્રોબાયોલોજી લેબ માટે દર્દીને રિફર કરવામાં આવે તો ત્યાં એ જ ટોકન મારફત તેમને એપોઇન્ટમેન્ટ મળશે અને વેઈટિંગ ટાઇમાં ઘટાડો થશે. હોસ્પિટલ ખાતે વિભાગની ચેરમેન મનીષા આહિરે જણાવ્યું હતું કે, દર્દીને એડમિટ કરવાના કિસ્સામાં એડમિશનથી લઈને ડિસ્ચાર્જની સંપૂર્ણ કામગીરી કોમ્પ્યુટરાઈઝ્ડ થશે. જેથી પેશન્ટની સમગ્ર હિસ્ટ્રી-રેકર્ડ સિસ્ટમમાં સંગહ થશે અને જરૂર જણાય તો પેશન્ટ અને ડોક્ટર બંનેને ઉપલબ્ધ થશે. હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ (HMIS)ના ફાયદા હેલ્થ સેન્ટર્સ અને હોસ્પિટલોમાં કયાં કયાં કમ્પોનન્ટ મુકાશે