અમરેલી જિલ્લા ભાજપના બોગસ લેટરકાંડ મામલામાં કોમ્પ્યુટર ઓપરેટર રહેલી પાટીદાર સમાજની દીકરીની રાત્રિના સમયે ધરપકડ તેમજ તેનું સરઘસ કાઢવાની ઘટનાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે મેંદરડા ખાતે સર્વે સમાજના ભાઈઓ-બહેનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં આ ઘટનામાં જવાબદારો પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો માનવ અધિકાર આયોગ અને મહિલા આયોગમાં ફરિયાદ કરવાની સાથે કાયદેસર કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. સર્વ સમાજના ભાઈઓ બહેનોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, અમરેલી શહેરમાં તારીખ 29/12/2024 ના એક યુવતીનું એક ગુનામાં સજા તરીકે રાત્રીના 12 વાગ્યે ઘરેથી પકડીને સૂર્યાસ્ત પછી પોલીસ સ્ટેશનમાં રાખવામાં હતી અને બીજા દિવસે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ કૃત્ય માત્ર યુવતીની વ્યક્તિગત છબીને નષ્ટ કરવા નથી પરંતુ માનવ અધિકારનો ઉલ્લંઘન અને કાયદાની પ્રક્રિયાની ગંભીર અવગણના કરતું છે. હજારો કરોડના કોભાંડીઓના, બુટલેગરો, રીઢા ગુનેગારોનું સરઘસ ન કાઢી શકનારી પોલીસ એક સામાન્ય ગુનામાં જાહેરમાં સરઘસ કાઢે તે પણ કોઈક કાળે સ્વીકારી શકય નહીં. આ કૃત્ય માત્ર યુવતી માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે આઘાતજનક સાબિત થયું છે. મેંદરડાના સર્વે સમાજના ભાઈઓ બહેનો દ્વારા પાદર ચોકથી લઇ પ્રાંત અધિકારીની કચેરી સુધી રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રજૂઆત કરવામાં આવી હતી કે પોલીસના સરઘસથી ભારતમાં માનવ અધિકારીની સુરક્ષા માટે બંધારણના આર્ટિકલ 21 હેઠળ મળતા જીવન અને વ્યક્તિગત સ્વાતંત્ર્યંતાની અધિકારોના ઉલ્લંઘન કરે છે. આ ઉપરાંત આ કાર્ય રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના માર્ગદર્શક અને નિયમને પણ અવગણે છે. યુવતીનું જે રીતે સરઘસ કાઢવામાં આવ્યું હતું તે કાર્ય પધ્ધતિ થી યુવતીને જાહેરમાં અપમાનિત કરવામાં આવી છે. જે તેના માનસિક આરોગ્ય પર ગંભીર અસર કરે છે. આકૃતિ ઈન્ડિયન પીનલ કોડ ipc કલમ 500 હેઠળ માનહાની તરીકે ગણી શકાય તેમ છે. અત્યારે કોઈપણ આરોપીની ધરપકડ માટે ક્રિમિનલ પ્રોસિજર કોડ સીઆરપીસી ની નિયમિત પ્રણાલીને અનુસરવાની જરૂર છે રાત્રી સમયે મહિલાની ધરપકડ કરવી સીઆરપીસીની કલમ 46 (4) નું સ્પષ્ટ ઉલંઘન કરે છે જે પ્રમાણે મહિલા આરોપીને સૂર્યાસ્ત પછી ધરપકડ કરવા માટે મહિલા પોલીસની હાજરી અને મેજિસ્ટ્રેટની મંજૂરી જરૂરી હોય છે. યુવતીનુ જાહેરમાં સર્કસ કાઢવાથી ન તેના વ્યક્તિગત આદરનો ભંગ થયો છે પરંતુ સમાજમાં મહિલાઓ પ્રત્યેના ન્યાય અને સમાનતાના ધોરણે પણ અપમાન થયું છે આથી આ ઘટના લિંગ આધારિત તો ભેદભાવના ઉદાહરણ રૂપે પણ જોઈ શકાય તેમ છે. મહિલાઓના અધિકારોનું રક્ષણ ખાસ કરીને જ્યારે ગૃહ મંત્રાલય અને સુપ્રીમ કોર્ટના દીશા નિર્દોષો અનુસાર મહિલાઓ સામેની કાર્યવાહી બિન સંકોચ અને સન્માન જનક હોવી જોઈએ આકૃતિથી આ દિશાનિર્દેશનું પણ ઉલ્લંઘન થયું છે. આજે મેંદરડા ખાતે સર્વે સમાજના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રહેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવતા માંગ કરી હતી કે, આ સમગ્ર ઘટનાની તપાસ માટે સ્વતંત્ર સમિતિની રચના કરવામાં આવે અને તેનો રિપોર્ટ જાહેર કરવામાં આવે. તેમ જે અધિકારીઓએ કાયદાનો ઉલ્લઘન કર્યું છે. તેની સામે યોગ્ય પગલાં લેવામાં આવે અને આવા બનાવો પુનરાવર્તિત ન થાય તે માટે પોલીસ તંત્રને કાયદાકીય તાલીમ આપવી અને સંસ્કાર યુક્ત પ્રણાલીને અનુસરવાનો નિર્દેશ આપવો જોઈએ. મેંદરડાથી નિવૃત્તિ શિક્ષિકા બીનાબેન ડાંગસીયાએ જણાવ્યું હતું કે, જ્યારે બેટી બચાવોની વાતો સાંભળી રહી છું ત્યારે આવું કૃત્ય જઘન્યા છે. કોઈ ક્રિમિનલ હોય માફિયા હોય કે દારૂના વેપારી હોય તેના પર યોગ્ય પગલાં લેવાતા નથી. જ્યારે એક દીકરીએ માત્ર લેટર ટાઈપ કરવાનું કામ કર્યું. કોઈ મહિલાને સૂર્યાસ્ત પછી ઝડપી શકાય નહીં તેવો નિયમ છે. તેમ છતાં આ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેના મોઢા પર પણ કંઈ ઢાંકવામાં આવ્યું ન હતું. શું આ દીકરી ગરીબ હતી તે તેનો વાંક છે? શું આ દીકરીએ તે લોકો સાથે કામ કર્યું તે તેનો વાંક છે ? ખરેખર આ બાબતે કોઈ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે. સરકાર કે જવાબદાર અધિકારી કે તંત્રને વિનંતી છે કે આ દીકરીને નિર્દોષ જાહેર કરવામાં આવે. માંગરોળથી પરસોત્તમભાઈ ઢેબરીયાએ જણાવ્યું હતું કે, આજે મેંદરડા ખાતે તમામ જ્ઞાતિના ભાઈઓ-બહેનો પાદર ચોકથી મેંદરડા સુધી ચાલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે અમરેલીમાં જે યુવતી સાથે બનાવ બન્યો છે. જે દીકરીના હજુ તો લગ્ન પણ બાકી છે તેને લાંછન લાગે તેવું કાર્ય કરવામાં આવ્યું છે. આ દીકરી ટાઈપિસ્ટ તરીકેની નોકરી કરતી હતી જેના પર ફરિયાદ નોંધવામાં આવી અને તેની રાત્રે 12 વાગ્યે ધરપકડ કરી તેનું સરઘસ કાઢવામાં આવ્યું તે ઘટનાને સર્વે સમાજ વખોડી કાઢે છે. જે મામલે સર્વે સમાજના ભાઈઓ બહેનોએ આજે પ્રાંત અધિકારીને આયોજનપત્ર પાઠવી આ મામલે રજૂઆત કરી હતી.