અમરેલી લેટરકાંડ મુદ્દે રાજનીતિ ગરમાઈ રહી છે. અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશીક વેકરીયાની બદનામ કરવા મામલે ધરપકડ કરાઈ છે. પોલીસની કાર્યવાહીમાં ભાજપના પૂર્વ હોદેદાર મનીષ વઘાસીયા, પાયલ ગોટી સહિત 4 લોકોની ધરપકડ બાદ પ્રથમ કોંગ્રેસ એ મુદ્દો ઉછાળ્યા બાદ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. પાટીદાર સમાજના આગેવાનો ખોડલધામ ટ્રસ્ટીઓએ આરોપી પાયલ ગોટીને છોડાવવા મુદ્દે આગળ આવ્યા હતા. આજે પાયલ ગોટીની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. 1 દિવસ પહેલા કોંગ્રેસ મહિલા નેતા જેની ઠુંમરે જેલની મુલાકાત બાદ આજે અમરેલી ભાજપના સિનિયર નેતા અને ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીની જિલ્લા જેલે પહોંચી પાયલ ગોટી સાથે મુલાકાત કરી ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતાં રાજકીય માહોલ ગરમાયો છે. ખોડલધામના ટ્રસ્ટી સહિતના સંઘાણીને મળ્યા
અમરેલી દિલીપ સંઘાણીની ઓફિસમાં અમરેલી ખોડલધામ ટ્રસ્ટી વસંત મોવલીયા, લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ દિનેશ ભુવા, ભાજપ આગેવાન ડો.ભરત કાનાબાર, શૈલેશ સંઘાણી, માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન પી.પી.સોજીત્રા સહિતના આગેવાનોએ દિલીપ સંઘાણી સાથે બેઠકો યોજી પાયલ ગોટીની આજીવિકા નોકરી બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. પાયલ ગોટી મુદ્દે ડો. કાનાબાર સહિતના સંઘાણીને મળ્યાં
અમરેલી ડો.ભરત કાનાબારે કહ્યું હતું કે, અમરેલીમાં જે ઘટના બની, પાટીદાર દીકરીને કાયદામાંથી પસાર થવું પડ્યું છે. પાટીદાર સમાજ નહીં પણ તમામ સમાજ વ્યથિત થયા. આ દીકરીની ભૂમિકા પોતે પ્રાઇવેટ નોકરી કરતી હતી. આજીવિકા માટે બધા આગેવાનો દિલીપભાઈને મળ્યા અને કાયમી ધોરણે આજીવિકા થાય તે માટે મળ્યા અને દિલીપભાઈએ આ વિનંતીનો સ્વીકાર કર્યો છે. દિલીપ સંઘાણી પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું
દિલીપ સંઘાણીએ મીડિયાને દૂર રાખી ખાનગી રાહે જેલ મુલાકાત કરી ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતા રાજકારણ ગરમાયું છે.