FBIએ 1 જાન્યુઆરીએ USAના લાસ વેગાસમાં ટ્રમ્પ હોટલની બહાર થયેલા કાર બ્લાસ્ટ કેસને આત્મહત્યાની ઘટના ગણાવી છે. આ બ્લાસ્ટને કારણે 7 લોકો ઘાયલ થયા છે. FBIએ ટેસ્લા કારની અંદર મૃત મળી આવેલા માણસની ઓળખ કોલોરાડોના યુએસ સૈનિક મેથ્યુ લીવલ્સબર્ગર (ઉં.વ.37) તરીકે કરી છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ મેથ્યુએ થોડા દિવસો પહેલા તેની પત્ની સાથે ઝઘડો કર્યો હતો, ત્યાર બાદ તેણે તેની સાથે સંબંધો તોડી નાખ્યા હતા. મેથ્યુને એક પુત્રી પણ છે. એવી શંકા છે કે લાઇવલ્સબર્ગરની પત્નીને તેના અફેરની ખબર પડી હતી. નાતાલના બીજા દિવસે લાઇવલ્સબર્ગરની તેની પત્ની સાથે આ જ મુદ્દા પર ઝઘડો થયો હતો. આ પછી તે કોલોરાડો સ્પ્રિંગ્સમાં પોતાના ઘરે જવા રવાના થયો. બ્લાસ્ટ પહેલા પોતાની જાતને ગોળી મારી
મેથ્યુ યુએસ આર્મીમાં 19 વર્ષથી કામ કરી રહ્યો હતો. બ્લાસ્ટ પહેલા તેણે પોતાને માથામાં ગોળી મારી હતી. ટ્રકમાં ફટાકડાની વસ્તુઓ પણ રાખવામાં આવી હતી. આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. FBIએ એમ પણ કહ્યું કે તેમની પાસે એવી કોઈ માહિતી નથી કે જે લિવલ્સબર્ગરને કોઈપણ આતંકવાદી સંગઠન સાથે જોડે. FBIએ કહ્યું કે, આ ઘટનામાં સામેલ વ્યક્તિ મેથ્યુ લિવલ્સબર્ગર સેનામાંથી થોડા દિવસની રજા પર આવ્યો હતો. લાસ વેગાસ આવતા પહેલા તેણે 28 ડિસેમ્બરે ટેસ્લા કાર ભાડે લીધી હતી. FBIએ કહ્યું કે, સાયબર કારમાંથી મળેલી લાશ એટલી બળી ગઈ હતી કે તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. બાદમાં ઓળખ કાર્ડ, પાસપોર્ટ અને ક્રેડિટ કાર્ડની માહિતીના આધારે લાશની ઓળખ મેથ્યુ લિવલ્સબર્ગર તરીકે કરવામાં આવી હતી. તેના માથા પર ગોળીનો ઘા હતો અને પગ પાસે બંદૂક પડી હતી. ન્યૂ ઓર્લિયન્સ ટ્રક એટેક ટેસ્લા સાયબરકાર ક્રેશ સાથે જોડાયેલ નથી
FBIએ જણાવ્યું હતું કે, નવા વર્ષના દિવસે ન્યૂ ઓર્લિયન્સ ટ્રક હુમલા અને તે જ દિવસે લાસ વેગાસમાં સાયબર કાર વિસ્ફોટ વચ્ચે હજુ સુધી કોઈ જોડાણ મળ્યું નથી. ન્યૂ ઓર્લિયન્સની દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા હતા અને લગભગ 30 લોકો ઘાયલ થયા હતા. અમેરિકામાં તાજેતરમાં બનેલી બંને ઘટનાઓમાં આરોપી યુએસ આર્મીનો કર્મચારી હોવાનું બહાર આવ્યું છે. જેમાં અફઘાનિસ્તાન, ફોર્ટ બ્રેગ, નોર્થ કેરોલિનામાં કામ કર્યું હતું. તે જ સમયે આ બંને કોઈ ટીમમાં કામ કરે છે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ નથી. તેમજ બંને આરોપીઓ વચ્ચે મિત્રતા અંગે પણ કોઈ માહિતી મળી નથી. અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, મૃતક લિવલ્સબર્ગર યુએમ આર્મીના ગ્રીન બેરેટ્સનો સભ્ય હતો અને તેણે 10મા સ્પેશિયલ ફોર્સીસ ગ્રુપમાં જર્મનીમાં સેવા આપી હતી. મેથ્યુને અમેરિકન આર્મી દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. તેને અગાઉ પાંચ બ્રોન્ઝ સ્ટાર મળ્યા હતા. આ ઉપરાંત તેને વીરતા પુરસ્કાર, આર્મી બેચ અને પ્રસંશા ચંદ્રક પણ મળ્યા હતા.