back to top
Homeગુજરાત‘કોઈને પતંગ બનાવવામાં રસ નહીં’:ભરૂચના પતંગવાલા પરિવારમાં માત્ર એક જ વ્યક્તિ પેઢીગત...

‘કોઈને પતંગ બનાવવામાં રસ નહીં’:ભરૂચના પતંગવાલા પરિવારમાં માત્ર એક જ વ્યક્તિ પેઢીગત ધંધામાં, ગુલામ મોહમંદે કહ્યું જીવીશ ત્યાં સુધી પતંગ બનાવીશ

ભરૂચમાં પતંગના રસિકો માટે પતંગ બનાવતા એક માત્ર પતંગવાલા પરિવાર છે. ઉત્તરાયણના બે મહિના પહેલા હાથ બનાવટની અવનવી પતંગ બનાવી બજારમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. જોકે, સમય વિતતા ગયા બાદ પતંગવાળા પરિવારમાં હવે માત્ર એક જ વ્યક્તિ જ બચ્યા છે. તેમના બાદ પેઢીના કોઈને પણ પતંગ બનાવવા માટે રસ ન હોય, ત્યારે જ્યાં સુધી શરીરમાં જાન હશે, ત્યાર સુધી પતંગ બનાવીશ હોવાનું ગુલામ મોહમંદ પતંગવાલાએ જણાવ્યું હતું. મોંઘવારીના કારણે ચીજવસ્તુઓ મોંઘી થઈ છે
ભરૂચમાં 19મી સદીમાં ઘોડાગાડીમાં શરૂ થયેલી પતંગવાલા પેઢીની સફર આજે આધુનિક યુગમાં તેમની નવી પેઢીને વ્યવસાયમાં રસ ન હોવાથી પૂર્ણતાના આરે છે. ઉત્તરાયણ પર્વને લઈ ભરૂચ જિલ્લાના પતંગ રસિયાઓ સુસજ્જ થઈ ગયા છે, ત્યારે બજારમાં પતંગ,દોરા, ફીરકી સહિતની ચીજ વસ્તુઓની ખરીદીના સ્ટોલ પણ લાગી ગયા છે. ઐતિહાસિક પ્રાચીન નગરી ભરૂચમાં પતંગનો ઇતિહાસ પણ રોચક રહ્યો છે.શહેરની મોટી બજારમાં આવેલા ઘોષવાડમાં રહેતા ગુલામ મહંમદ શેખનો પરિવાર પતંગવાલા તરીકે જ પ્રખ્યાત છે. તેમનો પતંગ બનાવવાનો પેઢીગત વ્યવસાય 19મી સદી એટલે કે, 200 વર્ષ જૂનો છે. જોકે,હાલ મોંઘવારીના આ જમાનામાં તમામ ચીજવસ્તુઓ મોંઘી બનતા પતંગવાલા પરિવાર વેચવા જેટલી જ પતંગો બનાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે. પહેલા અઠવાડિયામાં 40 હજાર પતંગ બનાવતા હતાં
હાથ બનાવટથી બનતી પતંગોનો તમામ સમાન હાલમાં અમદાવાદથી લાવવામાં આવે છે. શેખ પરિવારના સભ્યો 2 મહિના પહેલા જ પતંગ બનાવવાનું શરૂ કરી દે છે. જોકે, આજે તેમની નવી પેઢીને આ વંશ પરંપરાગત વ્યવસાયમાં વધુ મહેનત અને ઓછા વળતર મળતું હોવાથી રસ રહ્યો નથી. તો બીજી તરફ, પતંગ બનાવવાના કાચા સામાનમાં ચાર ગણો વધારો થયો છે. હાલ તો બધું જ રેડીમેડ મળી રહે છે, પણ જ્યારે 19મી સદીમાં વાસ શોધી લાવી આ પરિવારના વડવા જાતે કમાન બનાવતા હતા, ત્યારે ઉત્તરાયણ પહેલા દર અઠવાડિયે ભરૂચનો પતંગવાલા પરિવાર 40 હજાર પતંગ બનાવી ટ્રેનમાં વડોદરા મોકલી ત્યાંથી ઘોડાગાડીમાં મોકલતો હતો. આજે તેઓ નખના આકારથી લઈ વિરાટ કદની પતંગો પોતાના હાથે બનાવે છે. જે પતંગબાજી સાથે સુશોભન અને હિંડોળા સહિતના ઉપયોગમાં પણ લેવામાં આવે છે. શરીરમાં જ્યાં સુધી જીવ હશે ત્યાં સુધી પતંગ બનાવીશ
આ અંગે પતંગવાલા પરિવારના ગુલામ મોહમદ શેખ સાથે દિવ્ય ભાસ્કરની ટીમે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ અમારા બાપ – દાદાનો પેઢીગત ધંધો છે. ભરૂચમાં ત્યારે એક સુજનીવાલા પરિવાર અને અમારો પતંગવાલા પરિવારનુ નામ ખૂબ જ પ્રખ્યાત હતું. તે સમયે અમારા ત્યાં અમારા પરિવારના 10થી વધુ લોકોએ એક સાથે બેસીને હજારો પતંગ બનાવવાની કામગીરી કરતા હતાં. પરંતુ આજે અફસોસ સાથે કહેવું પડે છે કે, આ પતંગ બનાવવાની કામગીરીમાં માત્ર હું એકલો જ બચ્યો છું, પરતુ જ્યાં સુધી આ શરીરમાં જીવ હશે, ત્યાં સુધી પતંગ બનાવવાની પેઢી ગત વ્યવસાય ચાલુ રાખીશ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments