back to top
Homeદુનિયાચીનમાં કોરોના જેવો નવો વાયરસ ફેલાયો:નાના બાળકોને સૌથી વધુ અસર, દેશમાં ઈમરજન્સી...

ચીનમાં કોરોના જેવો નવો વાયરસ ફેલાયો:નાના બાળકોને સૌથી વધુ અસર, દેશમાં ઈમરજન્સી જાહેર થયાનો દાવો; 2019માં વુહાનથી કોવિડ ફેલાયો હતો

કોવિડ-19ના 5 વર્ષ બાદ ચીનમાં ફરી એક વખત નવો વાયરસ સંક્રમણ ફેલાઈ રહ્યો છે. તેના લક્ષણો પણ કોરોના વાયરસ જેવા છે. આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) છે, જે એક RNA વાયરસ છે. જ્યારે વાયરસથી ચેપ લાગે છે, ત્યારે દર્દીઓ શરદી અને કોવિડ -19 જેવા લક્ષણો દર્શાવે છે. તેની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. આમાં 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે. ચીનના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, તેના લક્ષણોમાં ઉધરસ, તાવ, નાક બંધ થવું અને ગળામાં બળતરાનો સમાવેશ થાય છે. HMPV ઉપરાંત ઈન્ફલ્યુએન્ઝા એ, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને કોવિડ-19ના કેસ પણ નોંધાઈ રહ્યા છે. જેના કારણે દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દાવો- ચીને ઈમરજન્સી જાહેર કરી
સોશિયલ મીડિયા પર દર્દીઓના ફોટા પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો છે કે વાયરસના ફેલાવા બાદ ચીને ઘણી જગ્યાએ ઈમરજન્સી જાહેર કરી છે. દાવા મુજબ હોસ્પિટલો અને સ્મશાન ભૂમિમાં ભીડ વધી રહી છે. જો કે ચીન તરફથી આવી કોઈ માહિતી આપવામાં આવી નથી. ધ સ્ટારના અહેવાલ મુજબ, સીડીસીએ કહ્યું છે કે અસ્થમા અને ક્રોનિક અવરોધક પલ્મોનરી જેવી બીમારીઓથી પીડિત દર્દીઓમાં ચેપનું જોખમ વધારે છે. ખાંસી અને છીંકથી વાયરસ ફેલાવવાનું જોખમ વધારે છે. જો વાયરસની અસર ગંભીર હોય, તો તે બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયાનું કારણ બની શકે છે. રોઇટર્સ અનુસાર, ચીન આનો સામનો કરવા માટે એક સર્વેલન્સ સિસ્ટમનું પણ પરીક્ષણ કરી રહ્યું છે. 2001માં પહેલીવાર ઓળખવામાં આવ્યો હતો
HMPV વાયરસ પ્રથમ વખત 2001માં ઓળખવામાં આવ્યો હતો. એક ડચ સંશોધકે શ્વસન રોગથી પીડિત બાળકોના નમૂનાઓમાં આ વાયરસ શોધી કાઢ્યો હતો. જો કે, આ વાયરસ છેલ્લા 6 દાયકાથી હાજર છે. આ વાયરસ તમામ પ્રકારની ઋતુઓમાં વાતાવરણમાં હાજર હોય છે, પરંતુ શિયાળામાં તેના ફેલાવાનું જોખમ સૌથી વધુ હોય છે. 2019માં ચીનમાંથી કોરોના વાયરસ ફેલાયો હતો
કોવિડ-19નો પહેલો કેસ 2019માં ચીનના વુહાન શહેરમાં જોવા મળ્યો હતો. ત્યારે તેને રહસ્યમય ન્યુમોનિયા હોવાનું માનવામાં આવતું હતું. તે SARS-CoV-2 વાયરસ (કોરોના વાયરસ)થી ફેલાય છે. આ પછી આ વાયરસ ઝડપથી દુનિયામાં ફેલાઈ ગયો. 30 જાન્યુઆરી, 2020ના રોજ, વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને વૈશ્વિક રોગચાળો જાહેર કર્યો. વિશ્વભરમાં કોવિડના 70 કરોડથી વધુ કેસ નોંધાયા છે. આ સિવાય 70 લાખથી વધુ લોકોના મોત પણ નોંધાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments