back to top
Homeગુજરાતજંત્રીમાં રાહત આપવાનો મુખ્યમંત્રીનો સંકેત:પ્રોપર્ટી શોમાં કહ્યું-બધાના મગજમાં જંત્રી...જંત્રી...ચાલતી હોય,એમાં વધુ રિલેક્સ...

જંત્રીમાં રાહત આપવાનો મુખ્યમંત્રીનો સંકેત:પ્રોપર્ટી શોમાં કહ્યું-બધાના મગજમાં જંત્રી…જંત્રી…ચાલતી હોય,એમાં વધુ રિલેક્સ કરું કે ચિંતા ના કરો, 10થી 50 લાખના મકાન બનાવો

અમદાવાદમાં કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન્સ ઓફ ઈન્ડિયા (CREDAI) દ્વારા આયોજિત ‘પ્રોપર્ટી શો GUJCON’ યોજાઈ રહ્યો છે. જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પ્રસ્તાવિત જંત્રી વધારા અંગે કહ્યું કે, ચિંતા ના કરશો. આમ તેમણે જંત્રીમાં સરકાર રાહત આપશે એવો સંકેત પણ આપી દીધો છે. 10 લાખથી લઈને 50 લાખ સુધીના મકાન બને એવું આપણે કરવા માગીએ છીએ. આ ઉપરાંત મુખ્યમંત્રીએ હળવાશની સાથે સાથે થોડા કડકાઈ પણ દાખવી જણાવ્યું કે, કોઈપણ જાતની ક્યાંય પણ તકલીફ હોય તો અમે ક્યારેય પણ કોઈ વસ્તુમાં મળવાની ના પાડી નથી, મળી શકાય એવું છે. પરંતુ ક્યાંય આવેશમાં આવીને એવું ના કરતા કે અમારા એક્શન કડક થાય. વિક્સિત ગુજરાત બનાવીએ. ‘હું થોડું વધુ રિલેક્સ કરી દઉં કે ચિંતા ના કરશો’
19માં ગાહેડ પ્રોપર્ટી શોના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કેમ બધા શાંત થઈ ગયા છો, બધું આમ તો તમારા બધાના મગજમાં ક્લેરિટી આવી ગઈ છે એટલે બધા હવે શાંતિથી બેઠા છો. મેં થોડું હમણાં ચા પીતા પીતા બોમન આર.ઇરાની(નેશનલ પ્રેસિડન્ટ, ક્રેડાઈ) અહીં આવ્યા છે તો કીધું તમારી જંત્રી પણ આ બધાને બતાવજો કેવી છે. સારી વસ્તુ આપણે શીખવાની પણ બધી લઈ લેવી જરૂર નથી, પણ એમની પાસે સારું હોય એ લઈ લેવું જોઇએ. ક્રેડાઈમાં આપણે આવ્યા છીએ તો બધાના મગજમાં જંત્રી…જંત્રી…જંત્રી ચાલતી હોય, એમા બધાએ થોડું…થોડું…થોડું રિલેક્સ કરી દીધું છે. એમાં હું થોડું વધુ રિલેક્સ કરી દઉં કે ચિંતા ના કરશો. વડાપ્રધાન પણ સૌનો સાથ અને સૌનો વિકાસ કહે છે. તો અમારે સૌનો સાથ લેવો છે. ‘ગભરાવાની જરૂર નથી. સારી રીતે આપણે આગળ વધીશું’
‘અમે જે સમયે આપ્યો છે અને કીધું જ છે કે તમારી રજૂઆત કરી શકો અને એમાથી જે સારો રસ્તો હશે એ અપનાવી આગળ વધીશું. ઘણીવાર જંત્રી મૂકાઈ તો એવો એક બે જગ્યાએ પણ આંકડો આવી જાય કે આવું તો ક્યાંય છે જ નહીં બીજે ક્યાંય પણ એવા 50 આંકડા છે જે તમેને તમે આપ્યા હોય એના પરથી એ આંકડો આવ્યો હોય. કેમ પાછા શાંત થઈ ગયા(હળવા મૂડમાં)? આમ છતાં ગભરાવાની જરૂર નથી. સારી રીતે આપણે આગળ વધીશું.’ ‘સરકાર તરીકે અમે તમારી સાથે ઉભા રહેવા તૈયાર છીએ’
‘વિક્સિત ભારત તરીકે આગળ વધવું હોય તો વિક્સિત ભારત માટે ડેવલપર અને ડેવલપર તરીકે તમારી જવાબદારી સારી રીતે નિભાવવાની તૈયારી બતાવો છો, તો સરકાર તરીકે અમે તમારી સાથે ઉભા રહેવા તૈયાર છીએ. કરોડો લોકોના માથે છત આપી છે અને આ ત્રીજી ટર્મમાં નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના 3 કરોડ મકાનને મંજૂરી આપી છે.’ ‘FSI સરકાર જે આપે છે, તેમાં સુધારાની જરૂર હશે તો તે પણ સુધારીશું’
‘તમે પણ એફોર્ડેબલ હાઉસિંગ અને તેની વ્યાખ્યા થોડી બદલાઈ હોય એમાં બદલાવની જરૂર છે. નાના મકાનો કેવી રીતે બનાવી શકાય, બે બેડરૂમ, 1 બેડરૂમ અને તેના માટે બિલ્ડરને શું ફેસિલિટી જોઇએ તેના માટે મારી ખુલ્લા દિલે ચર્ચા કરવાની તૈયારી છે. જંત્રી સંલગ્ન જ્યાં જ્યાં તમને FSI ખરીદીથી લઈ બધું તમને મોટી FSI સરકાર જે આપે છે તેમાં જંત્રી આધારિત બેઝ્ડ હશે તો તે સુધારવાનો હશે તો તે પણ સુધારીશું. પરંતુ તમારે તૈયારી બતાવવી પડે કે અમે આવા નાના મકાનો પણ બનાવીશું અને છેક નાનામાં નાના માણસ સુધી FSIનો ફાયદો કે FSI ખરીદીનો ફાયદો પહોંચવો જોઇએ.’ ‘બધા સાથે બેસીને નાના મકાન માટે શું કરી શકાય તેની ચર્ચા કરીએ’
‘​​​​​​એફોર્ડેબલ હાઉસિંગમાં ખૂબ મોટા મકાનો બન્યા છે અને હવે એફોર્ડેબલ કહેવું કે ના કહેવું પણ એફોર્ડેબલ હાઉસિંગનો વિચાર એક વખત બધા સાથે મળીને લાવે મારી પાસે તો બધા બેસીને નાના મકાન માટે શું કરી શકાય અને તમને પણ પ્રોત્સાહીત કરવાની અમારી તૈયારી છે, તમને નાના મકાન બનાવવાનું પ્રોત્સાહન મળે. જમીન એટલી તમે મોંઘી કરતા જાવ છો કે તમને જ એમ થાય કે કેવી રીતે બનાવવું? તેના માટે થોડા નીતિ-નિયમ બદલીએ.જેથી તમને પણ પ્રોત્સાહીત કરી શકાય. સરકાર સાથે તમે પણ જોડાવ. નાના મકાનોનો વિચાર તમારા બધા થકી થાય. અહીં 10 લાખથી 50 લાખ સુધીના સ્ટોલ રાખ્યા છે, હવે એવું ને એવું મકાનમાં કરવા માગીએ છીએ.આપણે સૌ આગળ વધીએ.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments