છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે શું દયાબેન એટલે કે દિશા વાકાણી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’માં પરત ફરશે કે નહીં. શોના પ્રોડ્યુસર અસિત મોદીએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં આ મુદ્દે વાત કરી છે. તેણે કહ્યું કે તે ઈચ્છે છે કે દિશા શોમાં પરત ફરે. જોકે, હવે એ થવું મુશ્કેલ છે. અસિત મોદીએ એ પણ જણાવ્યું કે દયાબેનના રોલ માટે ઓડિશન ચાલી રહ્યા છે. જો કોઈ એક્ટ્રેસ ફાઈનલ થશે તો તેઓ તેને આવકારશે. દિશા વાકાણી સપ્ટેમ્બર 2017માં પ્રસૂતિ રજા પર ગઈ હતી. ત્યારથી તે શોમાં પાછી ફરી નથી. ‘દયાબેનને શોમાં પાછા લાવવા ખૂબ જરૂરી છે’
ન્યૂઝ 18 સાથે વાત કરતા આસિત મોદીએ કહ્યું- દયાબેનને પાછા લાવવું ખૂબ જ જરૂરી છે કારણ કે હું પણ તેમને મિસ કરું છું. કેટલીકવાર સંજોગો એવા બને છે કે કેટલીક બાબતોમાં વિલંબ થાય છે. ક્યારેક સ્ટોરી લાંબી થઈ જાય છે. ક્યારેક કેટલીક મોટી ઘટનાઓ બને છે. 2024માં ચૂંટણી હતી, આઈપીએલ અને પછી વર્લ્ડ કપની મેચો હતી, વરસાદની મોસમ હતી. કેટલાક કારણોસર તેમાં વિલંબ થઈ જાય છે. ‘મને લાગે છે કે દિશા શોમાં પાછી નહીં ફરે’
પ્રોડ્યૂસરે આગળ કહ્યું- હું હજી પણ પ્રયાસ કરી રહ્યો છું. જોકે મને લાગે છે કે દિશા વાકાણી શોમાં પાછી નહીં આવે. તેમને બે બાળકો છે. તે મારી બહેન જેવી છે. આજે પણ તેમના પરિવાર સાથે અમારો ખૂબ જ ગાઢ સંબંધ છે. મારી બહેન દિશા વાકાણીએ મને રાખડી બાંધી છે. તેના પિતા અને ભાઈ પણ મારા માટે પરિવાર છે. ‘દિશા પાછી આવે તો સારું છે, નહીંતર બીજી દયા લાવવી પડશે’
અસિત મોદીએ કહ્યું- હવે તેના માટે શોમાં પરત આવવું મુશ્કેલ છે. લગ્ન પછી સ્ત્રીઓનું જીવન બદલાઈ જાય છે. નાના બાળકો સાથે કામ કરવું અને ઘરનું સંચાલન કરવું થોડું મુશ્કેલ છે. પરંતુ હું હજુ પણ હકારાત્મક છું. ક્યાંક મને લાગે છે કે ભગવાન કોઈ ચમત્કાર કરશે અને તે પાછી આવશે. જો તે આવશે, તો તે સારી બાબત હશે. જો કોઈ કારણસર તે ન આવે તો મારે બીજા દયાબેનને શો માટે લાવવા પડશે. ‘હવે હું જ દયા બની જાઉં’
અસિત મોદીને અગાઉ એકવાર જ્યારે દયાભાભી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું, મને એવું લાગે છે કે હવે તો હું જ દયાબેન બની જાઉં. આ સવાલ છેલ્લાં ઘણાં વર્ષોથી પૂછવામાં આવે છે કે તે ક્યારે પરત આવશે. અમે હજી પણ તેમની રાહ જોઈ રહ્યાં છી. જો તે શો છોડવાની વાત કરે તો અમે નવા દયાબેન લાવીશું. આ રીતે પહેલા પણ તેમણે નવી દયાભાભી લાવવાની વાત કરી હતી. 2015માં દિશા વાકાણીએ લગ્ન કર્યા હતા
દિશા વાકાણીએ મુંબઈના CA મયુર પડિયા સાથે 2015માં 24 નવેમ્બરે લગ્ન કર્યા હતા. દિશાએ 2017માં નવેમ્બરમાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. દિશા વાકાણીએ મૂકી હતી શરત
ઓક્ટોબર, 2017થી શોમાં જોવા મળી નથી દિશા વાકાણી ‘તારક મહેતા..’માં 2008થી જોડાયેલી છે. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો. દિશા છ મહિનાના બ્રેક બાદ શોમાં પરત ફરવાની હતી. જોકે તે આજ દિન સુધી પાછી આવી નથી. આ દરમિયાન અનેકવાર એ વાતની ચર્ચા થઈ હતી કે દિશા વાકાણી શોમાં પરત ફરે છે. 2019માં ઓક્ટોબરમાં દિશા વાકાણી જોવા મળી હતી. એ સમયે દિશા વાકાણીએ ફોન પર જેઠાલાલ સાથે વાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સના મતે, દિશાએ શોના એક એપિસોડદીઠ 1.5 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. આ ઉપરાંત તેણે મેકર્સ પાસે શરત મૂકી હતી કે તે દિવસમાં માત્ર ત્રણ કલાક જ શૂટિંગ કરશે, કારણ કે તે પોતાનો સમય પરિવારને આપવા માગે છે. જોકે આ અંગે દિશા વાકાણી કે મેકર્સ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નહોતી.