back to top
Homeમનોરંજન'દુષ્કર્મો ગુજારનાર હુમલાખોર જ મળ્યો નામ રાખવા માટે':તૈમુરના નામ પર કુમાર વિશ્વાસ...

‘દુષ્કર્મો ગુજારનાર હુમલાખોર જ મળ્યો નામ રાખવા માટે’:તૈમુરના નામ પર કુમાર વિશ્વાસ ભડક્યા, સોનાક્ષી બાદ કરીના-સૈફનો વારો પાડી દીધો

સૈફ-કરીનાનાં પુત્ર તૈમુરનું નામ તેના જન્મથી જ વિવાદોમાં છે. હાલમાં જ કુમાર વિશ્વાસે સૈફ-કરીનાનું નામ લીધા વગર તેમના દીકરા તૈમુરના નામને લીધે તેમના પર પ્રહાર કર્યા હતા. કવિ કુમાર વિશ્વાસે એક નિવેદનમાં કહ્યું કે તેઓએ તેમના બાળકનું નામ એવા લંગડા વ્યક્તિના નામ પરથી રાખ્યું છે, જેણે ભારતમાં આવીને માતાઓ-બહેનો પર દુષ્કર્મો ગુજાર્યા હતા. કુમાર વિશ્વાસે એક કાર્યક્રમમાં કહ્યું કે, માયાનગરીમાં બેઠેલા લોકોએ સમજવું પડશે કે આ દેશ શું ઈચ્છે છે. હવે એવું નહીં ચાલે કે ફેમ અમારી પાસેથી મેળવશો, પૈસા અમે આપીશું, ટિકિટ અમે ખરીદીશું, હિરોઈન અને હિરો અમે બનાવીશું અને તમારા ત્રીજા લગ્નથી તમને સંતાન થશે તો તમે તેનું નામ બહારથી આવનારા હુમલાખોરના નામ પરથી રાખી દેશો. આવું નહીં ચાલે. તેમણે આગળ કહ્યું, તમે રિઝવાન રાખી શક્તા હતા, તમે ઉસ્માન રાખી શકતા હતા, તમે યુનુસ રાખી શકતા હતા, તમને આ એક જ નામ મળ્યું. આ દુષ્ટ, લંગડો માણસ જે ભારતમાં આવીને અહીંની માતાઓ-બહેનો પર ‘દુષ્કર્મો ગુજાર્તો, તમને આ સુંદર બાળકનું નામ રાખવા માટે આ જ દુષ્ટ માણસ મળ્યો. કુમાર વિશ્વાસે ચેતવણી આપી ​​​​​
કુમાર વિશ્વાસે પોતાના ભાષણમાં આગળ કહ્યું કે, હવે જો તમે તેને હીરો બનાવશો, તો તેને વિલન પણ નહીં બનવા દઈ, આ યાદ રાખજો. આ જાગેલું ભારત છે, આ નવું ભારત છે. કુમાર વિશ્વાસે પોતાના ભાષણમાં સૈફ-કરીનાના પુત્ર તૈમુર અલી ખાનની સરખામણી તુગલક શાસક તૈમૂર સાથે કરી હતી. તૈમુરના જન્મના 8 કલાક બાદ જ નામને લઈ વિવાદ શરૂ થયો હતો
અગાઉ એક ઈન્ટરવ્યૂમાં કરીના કપૂરે કહ્યું હતું કે 2016માં તૈમુરના જન્મના થોડા કલાકો બાદ જ તેનું નામ વિવાદોમાં ઘેરાઈ ગયું હતું. ડિલિવરી બાદ કરીના હોસ્પિટલમાં હતી ત્યારે એક મોટી હસ્તી ત્યાં પહોંચી હતી. તેણે કરીનાને સમજાવ્યું કે તેણે તેના પુત્રનું નામ તૈમુર ન રાખવું જોઈએ. આ સાંભળતા જ કરીના રડવા લાગી અને તે વ્યક્તિને હોસ્પિટલમાંથી જતું રહેવા માટે કહ્યું. કરીનાએ એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે તેણે તૈમુરનું નામ કોઈ શાસકના નામ પરથી નથી રાખ્યું. તૈમુરના નામનો અર્થ આયર્ન થાય છે, જે તેને પસંદ આવ્યું હતું. સોનાક્ષીનો પણ વારો પાડી દીધો હતો
થોડા સમય પહેલાં મેરઠ મહોત્સવમાં પહોંચેલા કવિ કુમાર વિશ્વાસે સ્ટેજ પરથી ઈશારામાં એક્ટ્રેસ સોનાક્ષી સિંહા અને તેના પતિ ઝહીર ઈકબાલ પર ટિપ્પણી કરી હતી. જોકે તેણે સ્ટેજ પરથી કોઈનું નામ લીધું ન હતું. કવિતા વાંચતી વખતે કવિએ કહ્યું હતું કે એવું ન થવું જોઈએ કે તમારા ઘરનું નામ રામાયણ હોય અને તમારા ઘરની શ્રીલક્ષ્મી કોઈ અન્ય લઈ જાય. કુમાર વિશ્વાસે મંચ પરથી આ વાત કહી હતી
કુમાર વિશ્વાસે કહ્યું હતું કે તમારાં બાળકોને સીતાજીની બહેનો, ભગવાન રામજીના ભાઈઓનાં નામ યાદ કરાવો…એક સંકેત આપી રહ્યો છું, જો સમજાય તો તાળીઓથી વધાવ જો. તમારાં બાળકોને રામાયણ સાંભળાવો. ગીતા પાઠ કરાવો… નહીં તો એવું બની શકે કે તમારા ઘરનું નામ રામાયણ હોય અને તમારા ઘરની શ્રીલક્ષ્મી કોઈ અન્ય લઈ જશે, કુમાર વિશ્વાસે પોતાના ઈશારામાં શત્રુઘ્ન સિંહા અને સોનાક્ષી સિંહા પર કટાક્ષ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments