back to top
Homeગુજરાતપુરવઠા અધિકારીએ સ્ટીંગ ઓપરેશન ​​​​​​​કર્યું:અધિકારીએ વેશ પલટો કરી લોકોની સમસ્યા જાણી; મામલતદાર...

પુરવઠા અધિકારીએ સ્ટીંગ ઓપરેશન ​​​​​​​કર્યું:અધિકારીએ વેશ પલટો કરી લોકોની સમસ્યા જાણી; મામલતદાર કચેરીના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી

દક્ષિણ ભારતના જાણીતી ફિલ્મ દિગ્દર્શક એસ.શકંરે બનાવેલી અને 2001માં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ નાયક ધ રિયલ હીરો સુપર ડુપર હીટ સાબિત થયેલી જેમાં પત્રકારનો રોલ ભજવતા શિવાજીરાવ(અનિલકપુરને) એક દિવસ માટે બલરાજ ચૌહાણ (અમરીશપુરી) મુખ્યમંત્રી બનવાની ઓફર કરે છે. સરકાર ચલાવાની પરીક્ષા કરે છે. એક દિવસ માટે મુખ્યમંત્રી બની જતા શિવાજી રાવ સરકારી તંત્રના વિવિધ વિભાગોમાં ચાલતી પોલમ પોલ અને ક્ષતીઓને બહાર લાવે છે. જોકે ફીલ્મ લાઈફમાં આવુ શક્ય બનતું હોય છે પણ રીયલ લાઈફમા આવુ કરનારા નેતાઓ કે અધિકારીઓ બહુ ઓછા હોય છે. પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી હરેશ મકવાણાએ ખરા અર્થમા નાયક ફિલ્મના અનિલ કપુર વાળી કરી નાખી. ગોધરા શહેરમાં આવેલી મામલતદાર કચેરીમાં શહેરી અને ગ્રામ્યના રેશનકાર્ડ ધારકોના અરજદારોને પડતી મુશ્કેલી જાણી જાતે જ મામલતદાર કચેરીએ વેશ પલટો કરીને પહોંચી ગયા હતા. રેશનકાર્ડ ધારકોને સાથે રાખીને સ્ટીંગ ઓપરેશન કરતા અનેક ક્ષતીઓ બહાર આવતા જવાબદાર અધિકારીઓ,કર્મચારીઓ,સ્ટેમ્પ વેન્ડર સામે કાર્યવાહી કરી નોટીસ આપવાના આદેશ આપ્યા છે. ગોધરા શહેરમા આવેલી મામલતદાર કચેરી રેશનકાર્ડ ધારકોને પડતી મુશ્કેલીઓની જાણ થતા ખુદ જિલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણાએ વેશ પલટો કરાવાનુ નક્કી કર્યુ,સામાન્ય રીતે કોઈ અધિકારી હોય તે આવુ કરતા નથી. પણ પુરવઠા અધિકારીએ ધોતી અને માથે ટોપી પહેરી ગળે રુમાલ વીટીને ગ્રામીણ પેર વેશ ધારણ કર્યો અને મામલતદાર કચેરીમાં પહોંચી ગયા,સાથે તેમણે પાંચ જેટલા રેશનકાર્ડ ધારકોને સાથે રાખીને સ્ટીંગ ઓપરેશન હાથ ધર્યુ હતું. જે દરમિયાન મામલતદાર કચેરીમાં ચાલતી ક્ષતિ બહાર આવી હતી,આથી જવાબદાર અધિકારી, કર્મચારીઓ, તેમજ સ્ટેમ્પ વેન્ડર,તેમજ પીટીશન રાઈટરો સામે કાર્યવાહી કરવામા આવી છે. અત્રે નોંધનીય છે કે પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી તરીકે હરેશ મકવાણાએ ચાર્જ લીધા બાદ તેમની આગવી અને નિષ્પક્ષ વહીવટી કામગીરીથી સારી એવી લોક ચાહના મેળવી છે. સરકારી અનાજને બારોબાર સગેવગે કરનારાઓને કાયદાના પાઠ ભણાવી દીધા બાદ છેવાડા વિસ્તારમાં રહેતા જરુરિયાત મંદ લાભાર્થી સુધી અનાજનો પુરવઠો પુરો મળે તે દિશામા કરેલા તેમના પ્રયત્નો ખુબ પ્રસંશાને પાત્ર છે. તેમને ફરી એકવાર તેમની વહીવટી કુશળતાનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે. ત્યારે આવી કામગીરી તંત્રના અન્ય વિભાગમા કામ કરતા અધિકારીએ લે તે ઈચ્છીનીય છે. જવાબદાર અધિકારી સામે નોટીસ આપી કાયદેસરની કાર્યવાહી કરાશે- એચ.ટી. મકવાણા, જિલ્લા પુરવઠા અધિકારી સેવા સદનમાં મામલતદાર ગોધરા ગ્રામ્ય અને શહેરી કચેરીમાં વેશ પલટો કરીને તપાસ કરવામા આવી હતી. અરજદારોના સાથે રાખીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ક્ષતીઓ બહાર આવી હતી. જેમા પરિપત્ર મુજબ કામગીરી એફીડેવીડ કરવામા આવતું ન હતું છતા એફીડેવીડ કરવામાં આવતું હતું. જેના કારણે આર્થિક બોજો અરજદારને પડે છે. ઝેરોક્ષ માટે 5 રૂપિયા લેવામા આવે છે. ચલણના 20 રુપિયા ભરાવામા આવે છે. ડુપ્લિકેટ રેશનકાર્ડ માટે રોકડથી પૈસા લેવાના હતા તે ચલણથી લેવાના હોય છે. 23 રુપિયાથી કામ થઈ જાય છે પણ તેના પાછળ 300થી વધુ ખર્ચો થાય છે તે યોગ્ય નથી. વધારાના ડોકયુ મેન્ટ માગવામા આવે છે. આ મામલે પરિપત્રમાં પણ તેની જોગવાઈ કરી છે, આ મામલ જવાબદારો સામે નોટીસ આપી કાર્યવાહી કરવામા આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments