સુરતમાં હજીરા ખાતેની એએમએનેસ (આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ) કંપનીના ચારેય મૃતકોની ઓળખ માટે પરિવારના સદસ્યોનાં ડીએનએ સેમ્પલ સીએમઓ દ્વારા લેવાયાં હતાં. ત્યારબાદ ગતરોજ (2 જાન્યુઆરી) રાત્રે પ્રાથમિક રિપોર્ટના આધારે પોલીસ દ્વારા રાતોરાત પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવ્યા હતા. હજુ ડીએનએનો ઓફોશિયલ રિપોર્ટ આવ્યો નથી, તેમ છતાં આજે (3 જાન્યુઆરી) વહેલી સવારે પરિવાર સિવિલમાંથી મૃતદેહ લઈને રવાના થઈ ગયા હતા. DNAના પ્રાથમિત તારણને આધારે પરિવારોને મૃતદેહ સોંપાયા
સુરત સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. કેતન નાયકે જણાવ્યું હતું કે, નવા વર્ષની શરૂઆતમાં ચાર પરિવારો માટે કરુણાત્મક રહી હતું. હજીરાની એએમએનએસ કંપનીમાં થયેલા બ્લાસ્ટ બાદ આગના કારણે ચાર વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. આગમાં ભડથું થઈ ગયેલા ચારેયના મૃતદેહોને પરિવાર ઓળખી પણ નહીં શકે તેવી હાલત થઈ ગઈ હતી. મૃતદેહોની ઓળખ માટે નવી સિવિલમાં ફરજ પરના સીએમઓ દ્વારા મૃતક જિગ્નેશ પારેખના ભાઈ નયન, મૃતક ધવલ પટેલના પિતા નરેશભાઈ, મૃતક સંદીપ પટેલના પિતા અશોકભાઈના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે ગણેશ બુધના ભાઈ શ્રીકૃષ્ણ બુધનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં હતા. ડીએનએનો પ્રાથમિક રિપોર્ટ આવ્યા પછી જે તે મૃતદેહ રાતના સમયે પરિવારને સોંપી દેવામાં આવ્યા હતા. જે પરિવારજનો મૃતદેહને વહેલી સવારે પાંચ વાગ્યે લઈને રવાના થયા હતા. સિવિલ સ્ટાફ દ્વારા પરિવારની મદદ કરાઈ
ત્રણ દિવસ મૃતકોના પરિવાર અને સંબંધીઓ આખો દિવસ-રાત સિવિલ ખાતે બસીને મૃતકોને યાદ કરી રહ્યા હતા. પણ કંપનીના કોઈ અધિકારી અહીં આવ્યા નહોતા. દરમિયાન સિવિલના આર.એમ.ઓ ડો. કેતન નાયક અને ડો. લક્ષ્મણ માનવતા દાખવીને પોસ્ટમોર્ટમ પાસે પરિવારજનોને સાંત્વના આપી હતી અને તમામ માટે ભોજનની વ્યવસ્થા કરાવી હતી. મહુવાના મૃતક યુવાનનો મૃતદેહ લઈ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપવા પણ કહ્યું હતું. આગ દુર્ઘટનામાં કલેક્ટરે તપાસના આદેશ આપ્યાં
આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (એએમએનએસ) માં બનેલી ગંભીર ઘટનાને લઈને સુરત જિલ્લા કલેકટર દ્વારા ઓલપાડ પ્રાંતને તપાસ કરીને રિપોર્ટ સુપરત કરવાનો આદેશ કર્યા બાદ પ્રાંત ઓફિસર અને તેમની ટીમ દ્વારા કોરેક્સ-ટુ પ્લાન્ટમાં તપાસ શરૂ કરશે. થર્ડી ફસ્ટની રાત્રિના હજીરાની એએમએનએસના કોરેકસ-ટુ પ્લાન્ટમાં બનેલી દુર્ધટનામાં ચાર વ્યકિતના કરૂણ મોત થયા હતા. આ ગંભીર કેસમાં સુરત જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ સંર્પણ તપાસ કરીને બે દિવસમાં અહેવાલ સુપરત કરવા માટે ઓલપાડ પ્રાંત ઓફિસર પાર્થ તલસાણીયાને આદેશ કર્યો હતો. રિપોર્ટના આધારે કંપની સામે કાર્યવાહી થશે
કોરેકસ પ્લાન્ટમાં કેવી રીતે આખી ઘટના બની? કંપની દ્વારા કેવા પગલાં ભરાયા? કેવી કેવી કામગીરી કરાઈ? તે બધાનો સંર્પૂણ અહેવાલ તૈયાર કરીને આગામી દિવસોમાં સુરત જિલ્લા કલેકટરને સુપરત કરશે. ત્યારબાદ આ કેસમાં કમિટી બનાવવી કે નહીં? તે અંગે ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવાશે. રિપોર્ટ આધારે જ કંપની સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે નિર્ણય લેવાશે. આ પણ વાંચો…. હજીરા આગમાં ચાર ભડથું પણ સિવિલના ચોપડે અજાણ્યા, પરિવાર રાતભર ઊંઘી ન શક્યો; એકના તો 6 મહિના પહેલાં જ લગ્ન થયા હતા શું હતી સમગ્ર ઘટના?
2024ના અંતિમ દિવસના અંતિમ કલાકોમાં જ સુરતના હજીરા ખાતે આવેલી AMNS (Arcelor Mittal Nippon Steel India Limited) કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં સાંજે ભયાનક આગની ઘટના બની હતી. આ ઘટનામાં ચાર જેટલા કર્મચારીઓના મોત થયા છે. ચારેયના મૃતદેહો એટલી હદે બળી ગયા છે કે, તેઓની ઓળખ કરવી મુશ્કેલ બની છે. મૃતકોની ઓળખ માટે ડીએનએ રિપોર્ટ કરવા પડ્યાં છે. મૃતકોના પરિવારજનો હોસ્પિટલ પર આવી પહોંચ્યા હતા અને રોષ વ્યકત કરતા જોવા મળ્યા હતા. વિગતવાર માટે ક્લિક કરો… નવા વર્ષ પહેલાં સુરતમાં મોટી દુર્ઘટના, 4નાં મોત, મૃતદેહોની ઓળખ મુશ્કેલ બનતા DNA રિપોર્ટ કરવા પડશે