સાહિલ પંડ્યા 2008થી હત્યાની કોશીશ, દારૂ, લૂંટ, ખંડણી, રાયોટિંગ જેવા ગંભીર ગુના આચરતી કુખ્યાત કાસમઆલા ગેંગના હુસેન સુન્ની સહિત 9 સામે ક્રાઈમ બ્રાન્ચે ગુજસીટોક હેઠળ ગાળિયો કસ્યો છે. હુસેન, તેના 3 ભાઈ, 5 પંટરે 87 ગુના કર્યા છે. આ કુખ્યાત સંગઠિત કાસમઆલા ગેંગના ગુનાનું ક્રાઈમ નેટવર્ક છે.ગેંગના 9 ગુંડા સામે 216 ગુના નોંધાયા છે. જેમાંથી ધાક ઊભી કરવા હત્યાની કોશીશ, અપહરણ, બળજબરીથી પડાવી લેવું જેવા 164 ગુના નોંધાયા છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓના ગુનાનું નેટવર્ક, એકબીજાની સંડોવણીનો આખો રિપોર્ટ તૈયાર કરી સકંજો કસ્યો છે. નાગરવાડા, કારેલીબાગ સહિતના વિસ્તારમાં જુગાર, દારૂના ધંધામાં હુસેન ભરણ લેતો હતો. કોઈ ન આપે તો ધંધો બંધ કરાવી તેમને માર પણ મારતો હતો. હુસેન સહિત ભાઈઓએ કેટલાંક ગેરકાયદે દબાણ, બાંધકામ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. સૂત્રોએ કહ્યું કે, હુસેનના પિતા દેશી દારૂનો ધંધો કરતા હતા. ત્યારબાદ હુસેન વિદેશી દારૂના ધંધામાં જોડાઈને ભાઈઓને પણ સાથે જોડ્યા હતા. વર્ષ 2008થી કાસમઆલા ગેંગ સક્રિય