ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આગામી 13 જાન્યુઆરી 2025થી મહા કુંભમેળાની શરૂઆત થવા જઈ રહી છે. કરોડો લોકો આ મહા કુંભમળાનો લ્હાવો લેવા આતરુ છે, ત્યારે ગુજરાતીઓ પણ વિવિધ માધ્યમથી પ્રયાગરાજ પહોંચવા માટે ઉતાવળા બન્યા છે. બસ અથવા તો ટ્રેન મારફતે લાખો લોકો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પ્રયાગરાજ જશે, ત્યારે હવે અમદાવાદથી પ્રયાગરાજ માટે મહા કુંભમેળાને ધ્યાને રાખી સ્પેશિયલ દરરોજ ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. આગામી 12 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન રાઉન્ડ ટ્રીપમાં અમદાવાદથી પ્રયાગરાજ માટેની દરરોજ ફ્લાઈટ મુસાફરોને મળશે. આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને મહા કુંભમેળા દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે મુંબઈ સેન્ટ્રલ-લખનૌ, ભાવનગર ટર્મિનસ-લખનૌ અને સાબરમતી-લખનૌ વચ્ચે વિશેષ ભાડા પર ત્રણ વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. અમદાવાદથી પ્રયાગરાજની દરરોજ ફ્લાઈટની રાઉન્ડ ટ્રીપ
13 જાન્યુઆરીથી શરૂ થતાં મહા કુંભમેળાના એક દિવસ પૂર્વેથી જ સ્પાઈસ જેટ એરલાઈન્સ દ્વારા 12 જાન્યુઆરીની સવારે 8:10 કલાકે અમદાવાદથી ફ્લાઈટ SG655 તેની પ્રથમ ઉડાન ભરશે તથા 1 કલાક 45 મિનિટ બાદ પ્રયાગરાજ એરપોર્ટ પર પહોંચશે એટલે કે, આ ફ્લાઈટ સવારે 9:55 કલાકે પ્રયાગરાજ એરપોર્ટ પર લેન્ડ કરશે. આ ઉપરાંત સાંજે 4:30 કલાકે સ્પાઇસ જેટની ફ્લાઈટ SG658 પ્રયાગરાજ એરપોર્ટથી ટેકઓફ થશે અને 2 કલાક 15 મિનિટ બાદ સાંજે 6:45 કલાકે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થશે. ઉલ્લેખનીય છે કે, આ ફ્લાઈટ 12 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન દરરોજ ઉપલબ્ધ રહશે, જેમાં હાલમાં તો ભાડું ક્યારેક રૂ. 7000 તો કોઇ દિવસે રૂ. 20,000 સુધીનું છે, પરંતુ ભાડામાં ફેરફાર થઈ શકે છે. બે દિવસ વધુ એક ફ્લાઈટ ઉડાન ભરશે
મહત્વનું છે કે, લોંગ વિકેન્ડમાં વેકેશન માણવા ઇચ્છતા ગુજરાતીઓ માટે પણ સ્પાઈસ જેટ એરલાઈન્સ દ્વારા વિચારવામાં આવ્યું છે. કારણ કે, આ વર્ષે 26 જાન્યુઆરી રવિવારના દિવસે છે તે પહેલાં 25 જાન્યુઆરીએ શનિવાર હોવાથી સ્પાઈસ જેટ એરલાઈન્સ દ્વારા 25 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી એમ બે દિવસ દરમિયાન રાઉન્ડ ટ્રીપમાં વધુ એક અમદાવાદથી પ્રયાગરાજ માટે ફ્લાઈટ ઉડાવવામાં આવશે. જેમાં સવારે 5:35 કલાકે અમદાવાદથી ઉડાન ભરી સવારે 7:20 કલાકે પ્રયાગરાજ પહોંચશે. તથા સવારે 8:00 વાગ્યે પ્રયાગરાજથી ઉડાન ભરીને સવારના 9:50 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. મહા કુંભમેળા માટે વધુ 3 વન-વે સ્પેશિયલ ટ્રેન દોડશે
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. આ ટ્રેન નંબર 09011, 09235 અને 09469નું બુકિંગ 5 જાન્યુઆરી, 2025થી શરૂ થશે. 1. ટ્રેન નંબર 09011 મુંબઈ સેન્ટ્રલ-લખનૌ વન-વે સ્પેશિયલ 2. ટ્રેન નંબર 09235 ભાવનગર ટર્મિનસ-લખનૌ વન-વે સ્પેશિયલ 3. ટ્રેન નંબર 09469 સાબરમતી-લખનૌ વન-વે સ્પેશિયલ તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. આ અગાઉ પશ્ચિમ રેલવે મહા કુંભમેળા માટે 6 વન-વે સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરી હતી. 1. ટ્રેન નંબર 09005 ઉધના-પ્રયાગરાજ વન-વે સ્પેશિયલ 2. ટ્રેન નંબર 09009 વલસાડ-પ્રયાગરાજ વન-વે સ્પેશિયલ 3. ટ્રેન નંબર 09227 ભાવનગર ટર્મિનસ-પ્રયાગરાજ વન-વે સ્પેશિયલ 4. ટ્રેન નંબર 09225 ભાવનગર ટર્મિનસ-પ્રયાગરાજ વન-વે સ્પેશિયલ 5. ટ્રેન નંબર 09229 ભાવનગર ટર્મિનસ-પ્રયાગરાજ વન-વે સ્પેશિયલ 6. ટ્રેન નંબર 09489 સાબરમતી-પ્રયાગરાજ વન-વે સ્પેશિયલ મહાકુંભમાં જવા ગુજરાતથી 8 સ્પેશિયલ ટ્રેન મળશે
પશ્ચિમ રેલવે દ્વારા મહાકુંભ મેળા 2025ને લઇને મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે ઉધના-બલિયા, વલસાડ-દાનપુર, વાપી-ગયા, વિશ્વામિત્રી-બલિયા, સાબરમતી-બનારસ, સાબરમતી બનારસ (વાયા ગાંધીનગર કેપિટલ), ડો. આંબેડકરનગર-બલિયા અને ભાવનગર ટર્મિનસ-બનારસ સ્ટેશનો વચ્ચે સ્પેશિલ ભાડા પર મહાકુંભ મેળાની આઠ જોડી ટ્રેન દોડશે. આ તમામ ટ્રેન 72 ટ્રિપથી લાખો લોકોને મહાકુંભ મેળામાં પહોંચાળશે. સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો…