આલિયા ભટ્ટે નવા વર્ષની શરૂઆત થાઈલેન્ડ વેકેશન સાથે કરી છે, જ્યાંથી તેની તસવીરો સતત સામે આવી રહી છે. તાજેતરમાં, એક્ટ્રેસે તેના વેકેશનની કેટલીક ઝલક શેર કરી છે, જેમાં રણબીર કપૂર પુત્રી રાહાને ખોળમાં બેસાડી છે અને આલિયા તેની બાજુમાં બેઠી છે. આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વેકેશન અને નવા વર્ષની સેલિબ્રેશનની તસવીરો શેર કરી અને લખ્યું, 2025, જ્યાં પ્રેમની જીત અને બાકીનું બધું પાછળ રહી જાય છે. નવા વર્ષની શુભકામનાઓ. આલિયા ભટ્ટ ઉપરાંત રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ પણ થાઈલેન્ડ વેકેશનનો ફેમિલી ફોટો શેર કર્યો છે. તસવીરમાં આલિયા ભટ્ટ અને કપૂર પરિવાર યોટમાં સાથે જોવા મળી રહ્યું છે. સાથે તેણે લખ્યું છે કે, સાથે બનેલી યાદો જીવનભર રહેશે.