સુરતના ડિંડોલી નવાગામ વિસ્તારમાં ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરી લોકોની જીંદગી સાથે ચેડા કરતા છ બોગસ તબીબોને ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા છે. ડમી પેશન્ટો મોકલી ડીંડોલી પોલીસે રેડ કરીને 52,419 રૂપિયાનો મેડિકલ મુદામાલ કબજે કર્યો છે. પોલીસની પૂછપરછમાં કેટલાક ડોકટરોએ જણાવ્યું કે, રસેશ ગુજરાતીએ તેમને ડિગ્રી આપી હતી. આ ઝડપાયેલા બોગસ ડોક્ટરમાં બે મહિલા પણ સામેલ છે. કમિશનરની સૂચના બાદ કાર્યવાહી
સુરત પોલીસ કમિશનરે શહેરની અંદર ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવતા નકલી ડોક્ટરોને પકડવા ખાસ અભિયાન શરૂ કરાવ્યું છે. આ અભિયાન અંતર્ગત, ડીંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આર. જે. ચુડાસમાએ સર્વેલન્સ ટીમને સૂચના આપી હતી અને ડિગ્રી વગરના ડોક્ટરોની શોધખોળ શરૂ થઈ હતી. પોલીસે ડમી પેશન્ટ દ્વારા ખાતરી કરી
આ દરમિયાન ડિગ્રી વગરના તબીબો પ્રેક્ટિસ કરતાં હોવાની બાતમી મળતા પોલીસને ડીંડોલીના નવાગામ વિસ્તારમાં તપાસ કરી હતી. ક્લિનિક ચલાવતા શખસોની હકિકત ચકાસવા પોલીસ દ્વારા ડમી પેશન્ટો મોકલવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન બાતમી સાચી હોવાનું જણાયાં પછી, પોલીસે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ સાથે મળી રેડ કરી હતી. છેલ્લાં 4થી 5 વર્ષથી બોગસ ડોક્ટરો ક્લિનિક ચલાવી રહ્યા હતા
જેમાં આરોપી રાજેશ મહાજન ડીંડોલી પ્રિયંકા ટાઉનશીપ વિભાગ એકમાં પ્લોટ નંબર 18માં ગુરુકૃપા ક્લિનિક ચલાવતો હતો. આવી જ રીતે આરોપી મહેશ રાજપૂત માયા ક્લિનિક, આરતી દેવી આશી ક્લિનિક, બુદ્ધ દેવકુમાર ચૌહાણ બિહાર ક્લિનિક, મનોરમાં પાલ અભી ક્લિનિક અને શરદપટેલ શ્રી દત્ત ક્લિનિક વગર કોઈ મેડિકલ પ્રેક્ટિસની ડીગ્રી વગર ચલાવતા હતા. બોગસ તબીબોની ઓળખ
1. રાજેશ રામકૃષ્ણ મહાજન (ઉં.વ. 49)
* રહે. માનસી રેસિડન્સી, ડિંડોલી, સુરત
* મુળ વતન: ધાનોરા, જિલ્લા જલગાંવ, મહારાષ્ટ્ર.
* (B.E.M.S) 2. મહેશ વિઠ્ઠલ રાજપૂત (ઉં.વ. 47)
* રહે. પ્રિયંકા ટાઉનશિપ, ડિંડોલી
* મુળ વતન: બ્રાહ્મણપુરી, જિ. નંદુરબાર, મહારાષ્ટ્ર.
* (B.E.M.S) 3. આરતીદેવી શોભનાથ મૌર્યા (ઉં.વ. 30)
* રહે. રઘુકુલનગર, ડિંડોલી
* મુળ વતન: ખજુરાવા, જિ. જોનપુર, ઉત્તરપ્રદેશ.
* (B.E.M.S) 4. બુદ્ધદેવકુમાર શિવનંદન ચૌહાણ (ઉં.વ. 21)
* રહે. ગણેશનગર, નવાગામ, ડિંડોલી
* મુળ વતન: અન્નધન્ના, જિ. નાલંદા, બિહાર.
* (R.M.P B.PHARMA) 5. મનોરમા અમરદેવ વિક્રમાદિત્ય પાલ (ઉં.વ. 28)
* રહે. લક્ષ્મણનગર, ડિંડોલી
* મુળ વતન: ભદરાવ, જિ. જોનપુર, ઉત્તરપ્રદેશ.
* (C.M.S.E.D) 6. શરદ નારાયણ પટેલ (ઉં.વ. 52)
* રહે. શ્યામ વિલા સોસાયટી, મધુરમ સર્કલ, ડિંડોલી
* મુળ વતન: કરજોત, જિ. નંદુરબાર, મહારાષ્ટ્ર.
* (B.E.M.S) ગુજરાતમાં મુન્નાભાઈ MBBSનો રાફ્ડો ફાટ્યો, સુરતમાં સવા મહિનામાં 31, રાજકોટમાં 6 મહિનામાં 4 બોગસ તબીબ ઝડપાયા, 3 માસૂમના જીવ લીધા; આ રીતે ઓળખો પોલીસે કબજે લીધેલો મુદ્દામાલ
રેડ દરમિયાન ડીગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા આરોપીઓના ક્લિનિકમાંથી કુલ 52,419 રૂપિયાના મેડિકલ સાધનો અને દવાઓ કબજે કરવામાં આવ્યા હતા. ખાસ એલોપથીની દવાઓ, ઇન્જેક્શન, ગ્લુકોઝના બોટલ, એન્ટી બાયોટિક મળી આવ્યા છે. સુરતમાં 8 બોગસ ડોકટર પોલીસ સ્ટેશને દોડ્યા, કહ્યું- અમને પણ નકલી ડિગ્રી આપી છે, 1992-2024 સુધીના બોગસ ડોક્ટરોનાં નામ પોલીસને હાથ લાગ્યાં રસેશ ગુજરાતી ધો.10-12 પાસ વ્યક્તિને 15 દિવસમાં ડોક્ટરનું સર્ટિફિકેટ આપી દેતો; બી. કે. રાવત સામે રાજકોટમાં ગુનો; ભોગ બનનારે આપવીતી જણાવી આરોપીઓએ પોતાનો ગુનો સ્વીકાર્યો
પોલીસ તપાસમાં આરોપીઓએ સ્વીકાર્યું કે, તેઓ અગાઉ વિવિધ દવાખાનામાં પટાવાળાના કામ કરતા હતા અને ત્યાંથી દવાઓની જાણકારી મેળવ્યા બાદ પોતાના ક્લિનિક ખોલી લોકોની જીંદગી સાથે ચેડા કરતા હતા. કેટલાક આરોપીએ જણાવ્યું હતું કે, તેઓએ રસેશ ગુજરાતી પાસેથી ડીગ્રી મેળવી છે. થોડાક દિવસ પહેલા પાંડેસરા પોલીસે બોગસ ડીગ્રી કોભાંડના માસ્ટર માઇન્ડ રસેશ ગુજરાતીની ધરપકડ બાદ તેને 1400 લોકોને આપેલ બોગસ ડોક્ટરનું લીસ્ટ ગુજરાતના તમામ પોલીસ મથકમાં મોકલી આપ્યું હતું, જેના અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નોંધાયેલા ગુનાઓ
તમામ આરોપીઓ વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. એક્ટ 2023ની કલમ 125 અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ ગુના નોંધાયા છે.