આજે 3 જાન્યુઆરીએ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 79,330ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 160 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 24,020ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 ઘટી રહ્યા છે અને 12 વધી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 30 ઘટી રહ્યા છે અને 20 વધી રહ્યા છે. એનએસઈ સેક્ટોરલ ઈન્ડેક્સમાં 1.26%ના ઘટાડા સાથે આઈટી સેક્ટર સૌથી વધુ નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યું છે. વિદેશી રોકાણકારોએ ₹1,506.75 કરોડના શેર ખરીદ્યા હતા સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેક્નોલોજીનો IPO 6 જાન્યુઆરીએ ખુલશે
સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડનો IPO 6 જાન્યુઆરીએ ખુલશે. રોકાણકારો તેના માટે 8 જાન્યુઆરી સુધી બિડ કરી શકશે. 13 જાન્યુઆરીએ કંપનીના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે. ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી
આ પહેલા ગઈકાલે એટલે કે 2 જાન્યુઆરીએ સેન્સેક્સ 1436 પોઈન્ટ ઉપર ગયો હતો અને 79,943ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 445 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, તે 24,188ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 29 શેરોમાં વધારો જોવા મળ્યો હતો. આજે ઓટો અને આઈટી શેરમાં વધુ ઉછાળો જોવા મળ્યો હતો. આઇશર મોટર્સના શેરમાં 8.55% અને મારુતિ સુઝુકીના શેરમાં 5.61%નો વધારો જોવા મળ્યો હતો.