ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી કેટલાક જિલ્લાઓમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીથી આંશિક રાહત મળી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી બે દિવસ દરમિયાન ગુજરાત રાજ્યનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધુ રહેતા ઠંડીનું પ્રમાણ ઘટવાની આગાહી કરી છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે પણ ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. બે દિવસ દરમિયાન વાતાવરણ યથાવત રહ્યા બાદ તાપમાનમાં ઘટાડો આવશે અને ઠંડીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. લઘુતમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના
હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે તથા વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. આગામી ત્રણ દિવસ વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નહિવત છે તથા ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે તેથી ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના છે. આજરોજ અમદાવાદ શહેરનું વાતાવરણ શુદ્ધ કરવાની સાથે મહત્તમ તાપમાન વધુ રહેશે તથા રાત્રિ દરમિયાન લઘુતમ તાપમાન પણ 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.