હાલ જ્યારે શિયાળાની ઋતુ શરૂ છે ઠંડીના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું છે તો બીજી તરફ લોકો કડકડતી ઠંડીમાં વહેલી સવારે યોગ કસરત દોડ વ્યાયામ અને વોકિંગ પર જતા હોય છે. ત્યારે હવે પાંચ જાન્યુઆરીથી જુનાગઢ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે.આગામી 5 જાન્યુઆરીથી તાપમાન નીચું જવાની શક્યતાઓ દેખાઈ રહી છે તો. વાતાવરણમાં મહત્તમ તાપમાન 26 થી 27 ડિગ્રી આસપાસ રહેવાનું છે. હવામાન વિભાગના નિષ્ણાતો દ્વારા તેનું મુખ્ય કારણ હાલ જે પશ્ચિમી વિક્ષેપની અસરને લઇ ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષા ચાલુ હોવાનું જણાવ્યું છે. જેના કારણે વેસ્ટન ડિસ્ટબન્સ જે પશ્ચિમી વિક્ષેપ ઈરાન સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાતા તેની અસર અસર પણ ઉત્તર ભારત અને ગુજરાતના હવામાન ઉપર થશે. ત્યારે જુનાગઢ સૌરાષ્ટ્રમાં આગામી 5 જાન્યુઆરીથી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે અને લોકોને ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. જુનાગઢ કૃષિ હવામાન નિષ્ણાંત જુનાગઢ થી ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે જુનાગઢ ખાતે છેલ્લા ત્રણ થી હવામાનની જો વાત કરવામાં આવે તો હવામાનમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન માં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે. જેનાથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને ઠંડીથી આંશિક રાહત મળી છે. આગામી દિવસોમાં પણ તાપમાન સામાન્ય રહેશે. જેનાથી ઠંડીનું પ્રમાણ પણ ઓછું જોવા મળશે. આગામી 5 જાન્યુઆરીથી તાપમાન નીચું જશે. મહત્તમ તાપમાન 26 થી 27 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ છે. જો મુખ્ય કારણ છે કે હાલ જે પશ્ચિમી વિક્ષેપની અસરને લઇ ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષા ચાલુ છે.આગામી દિવસોમાં પણ વેસ્ટન ડિસ્ટબન્સ જે પશ્ચિમી વિક્ષેપ ઈરાન સાયક્લોનિક સર્ક્યુલેશન તરફ સ્થિત છે જેની અસર પણ ઉત્તર ભારત અને ગુજરાતના હવામાન ઉપર થશે. જેને લઇ ફરીથી 10,11 અને 12 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના ઘણા બધા ભાગોમાં બરફ વર્ષા જોવા મળશે. જેમાં ખાસ કરીને રાજસ્થાન મધ્યપ્રદેશ પંજાબ હરિયાણા આ રાજ્યોમાં કમોસમી વરસાદની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે મકરસંક્રાંતિ પહેલા ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકશે. તેમજ 10,11 અને 12 જાન્યુઆરીફરી દરમિયાન ફરીથી તાપમાન ઉત્તર ગુજરાત કચ્છ અને મધ્ય સૌરાષ્ટ્ર માં તાપમાન 10 ડિગ્રી કરતાં નીચું જોવા મળે તેવી શક્યતાઓ છે. અને જુનાગઢમાં પણ 10 ડિગ્રી થી નીચે તાપમાન જોવા મળશે. હાલ સૌરાષ્ટ્ર અને જૂનાગઢમાં વરસાદની શક્યતાઓ નહીવત જોવા મળશે. તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે આગામી દિવસોમાં ધૂમ્મસ જોવા મળી શકશે. અને પવનની ગતિ સામાન્ય જોવા મળશે