બોર્ડર-ગાવસ્કર (BGT)માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ સિડનીમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)માં રમાઈ રહી છે. આજે મેચનો બીજો દિવસ છે. ગઈકાલે મેચનો પહેલો દિવસ હતો અને કુલ 11 વિકેટ પડી હતી. ટીમ ઈન્ડિયા પહેલા દિવસે 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર દિવસના અંત સુધીમાં 9/1 હતો. ઓપનર ઉસ્માન ખ્વાજા 2 રને દિવસના છેલ્લા બોલે આઉટ થયો હતો. તેને બુમરાહે LBW આઉટ કર્યો હતો. સેમ કોન્સ્ટાસ 7 રને અણનમ પરત ફર્યો હતો. સ્ટમ્પ પહેલાં જસપ્રીત બુમરાહ યુવા ઓપનર સેમ કોન્સ્ટાસ સાથે જોરદાર બોલાચાલી થઈ હતી. આ ચર્ચા બાદ તરત જ બુમરાહે ઉસ્માન ખ્વાજા (2 રન)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ખ્વાજા આઉટ થતાં જ અમ્પાયરોએ દિવસની રમત સમાપ્ત કરી દીધી હતી. અગાઉ ટીમ ઈન્ડિયા માટે પંત (40 રન), રવીન્દ્ર જાડેજા (26 રન), કેપ્ટન બુમરાહ (22 રન)ની મદદથી ભારતે 185 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બોલેન્ડે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે મિચેલ સ્ટાર્કને 3 વિકેટ મળી હતી. કેપ્ટન પેટ કમિન્સે 2 વિકેટ લીધી હતી. તો નાથન લાયનને 1 વિકેટ મળી હતી. આજે ભારતીય બોલર્સ ઓસ્ટ્રેલિયન બોલર્સ પર કાઉન્ટર એટેક કરવાની તૈયારી સાથે મેદાને ઉતરશે. ટીમ ઈન્ડિયાના બોલર્સ શક્ય તેટલી જલ્દી કાંગારુ બેટર્સને ઓલઆઉટ કરવાનો પ્રયાસ કરશે. અગાઉ ભારતે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રોહિત શર્માની જગ્યાએ જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી રહ્યો છે. રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. મેલબોર્ન ટેસ્ટ માટે બન્ને ટીમ
ભારત (IND): જસપ્રીત બુમરાહ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઓસ્ટ્રેલિયા (AUS): પેટ કમિન્સ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટન્સ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યુ વેબસ્ટર, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને સ્કોટ બોલેન્ડ.